કોરોના વાયરસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકો ઘરે બેઠા ગુગલમાં કોરોના વાયરસની દવાઓ સર્ચ કરી રહ્યા છે. આમાંથી ઘણા લોકો એવા પણ છે જે કોરોના વાયરસથી બચવા માટે ઘણીવાર ખોટી દવા લેતા હોય છે અને અમુક લોકો હેકર્સનો શિકાર પણ બની જાય છે.
તો એવામાં સવાલ ઉભો થાય છે કે આ વાયરસથી જોડાયેલ આપણે ગૂગલ પર ક્યાં પ્રકારની માહિતી સર્ચ ન કરવી જોઈએ. આપણે જણાવી દઈએ કે કોરોના વાયરસને લઈ હાલ કોઈએ અત્યાર સુધી સત્તાવાર સાઇટ બનાવી નથી. જો તમે આ વાયરસ અંગે યોગ્ય અને સાચી માહિતી મેળવવા ઇચ્છો છો તો WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ની સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકો છો.
આ સિવાય કોરોના વાયરસની હોમ ટેસ્ટ કિટ હાલ માર્કેટમાં ઉપલબ્ધ નથી. તેથી ચેપની માહિતી જાણવા મેળવવા સરકારના હેલ્પલાઇન નંબર અથવા નજીકના હોસ્પિટલનો સંપર્ક કરી ચેકઅપ કરાવી શકો છો. જો તમે કોરોના વાયરસની દવા અંગે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છો તો એવું ન કરશો. કારણ કે આ અંગે તમને ખોટી દવાની માહિતી મળવાની મજબૂત સંભાવના છે. તેથી જો તમે આ વાયરસની ચપેટમાં છો તો ત્વરિત ધોરણે ડોક્ટરનો સંપર્ક કરો. આ સિવાય ગૂગલ પ્લેટફોર્મ પર મોટાભાગે કોરોના વાયરસને લઈ એવા વીડિયો પણ જોવા મળી રહ્યા છે જેમાં આપેલ માહિતીની કોઈ પ્રામાણિકતા નથી. તેથી કોરોના અંગે માહિતી મેળવવા ડોક્ટર્સની જ મુલાકાત લેવી.