પુલવામા સહીતના મોટા આતંકી હુમલામાં સામેલ અને જૈશ-એ-મોહમ્મદનો વડો આતંકી મસૂદ અઝહરનું લાંબી બિમારીને કારણે મોત નિપજ્યું હોવાના અહેવાલો છે. મસૂદ અઝહર પાકિસ્તાનના રાવલપીંડીમાં કીડની કામ ન કરતી હોવાથી ડાયાલીસિસ હેઠળ હતો. તેને પાકિસ્તાની સૈન્યની હોસ્પિટલમાં વીઆઇપી સારવાર મળી રહી હતી અને તે વાતનો સ્વીકાર ખુદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ કુરેશીએ કર્યો હતો. સાથે કુરેશીએ પણ જણાવ્યું હતું કે મસૂદ અઝહરના સ્વાસ્થ્યની પરિસ્થિતિ અતી ખરાબ છે.
આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે મસૂદ અઝહરનું આ લાંબી બિમારીને કારણે મોત નિપજ્યું છે. જોકે આ અંગે ભારત પણ તપાસ કરી રહ્યું છે. એજન્સીઓ આ અહેવાલો સાચા છે કે ખોટા તે તપાસી કરી છે. ૨૦૦૧માં કાશ્મીર વિધાનસભા, સંસદ પર હુમલો, તે બાદ પઠાણકોટ અને ઉરી હુમલો જ્યારે તાજેતરમાં પુલવામા હુમલામાં પણ મસૂદ અઝહરનો હાથ છે. ભારત દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જોકે મસૂદ અઝહર માર્યો ગયો હોવાના અહેવાલો અંગે ભારત ચકાસણી કરી રહ્યું છે. તો પાકિસ્તાન આ મામલે ચુપ છે. બીજી તરફ જૈશ-એ-મોહમ્મદે એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે મસૂદ અઝહર સંપૂર્ણપણે સ્વસ્થ છે. જૈશનું આ નિવેદન ત્યારે સામે આવી રહ્યું છે જ્યારે અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસૂદ અઝહર માર્યો ગયો છે. જોકે જૈશ જુઠુ પણ બોલી રહ્યું હોવાના અહેવાલો છે. હાલ ભારતની એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે ખરેખર મસૂદનું મોત થયું છે કે નહીં
જોકે ૧૯૯૯માં એક વિમાન હાઇજેક કરીને આતંકીઓ તેને ભારત પાસેથી છોડાવી ગયા હતા, જે બાદ મસૂદ બ્રિટન, સાઉદી અરેબિયા, દુબઇ, અબુ ધાબી, તેમજ આફ્રિકન દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યો હતો. અંતે તે પાકિસ્તાનમાં બિમારીની સારવાર લેવા માટે રાવલપીંડી આવી ગયો હતો. અહીં તેની કીડનીઓએ કામ કરવાનું બંધ કરી દેતા રોજ ડાયાલીસિસ કરાવી રહ્યો હતો. જેની જાણકારી પાકિસ્તાને જ આપી છે.