ATM કાર્ડમાં ફેરફાર બાદ હવે પાસપોર્ટમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. જી હા. વિદેશી મંત્રાલય ચાપવાળા ઈ-પાસપોર્ટ રિલીઝ કરવા જઈ રહ્યું છે. જેમાં એડવાન્સ સિક્યોરીટી ફિચર અને બહેતર પ્રિન્ટીંગ તથા પેપર ક્વોલીટી પણ બેસ્ટ હશે. ઈ-પાસપોર્ટનું મેન્યુફેક્ચરીંગ નાસિકના ઈન્ડિયન સિક્યોરીટી પ્રેસમાં તશે. ISP ને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન દ્વારા માન્ય ખાંચા અને ઓપરેટીંગ સિસ્ટમ લેવા માટે ચેન્ડર મૂકવા માટે પરવાનગી આપવામાં આવી છે.
આ પ્રક્રીયા પુર્ણ થઈ જાય પછી ઈ-પાસપોર્ટનું કામ શરૂ કરવામાં આવશે. આ ઈ-પાસપોર્ટમાં લગાવવામાં આવેલી ચીપમાં તમારી બધી ડિટેલ્સ, બાયોમેટ્રીક ડેટા અને ડિજીટલ શાઈનને સ્ટોર કરવામાં આવશે. જો કોઈ પણ પાસપોર્ટ સાથે છેડછાડ કરશે તો પાસપોર્ટ સેવા સિસ્ટમને તેની ખબર પડી જશે જેથી પાસપોર્ટ પ્રમાણીકરણ થશે નહીં. જુના પાસપોર્ટ ઈશ્યુ કરીને નવા પાસપોર્ટ જારી કરવામાં આવશે.