દિલ્હી NCR સુધી ભૂકંપના આંચકા
રોઇટર્સ સાથે વાત કરતા, ધાડિંગ જિલ્લામાં નૌકશાહ બદ્રિનાથે કહ્યું કે તેને જોરદાર ધ્રુજારીનો અનુભવ થયો. નેપાળમાં ભૂકંપના આંચકા દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 13 કિલોમીટર નીચે હતું.
નેપાળમાં આટલા બધા ભૂકંપ શા માટે આવે છે?
નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે.આ પહેલા 16 ઓક્ટોબરે નેપાળના દૂર પશ્ચિમ પ્રાંતમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળ ભારતીય અને તિબેટીયન ટેકટોનિક પ્લેટોની વચ્ચે આવેલું છે. આ ટેકટોનિક પ્લેટ્સ દર 100 વર્ષે બે મીટર સુધી ખસે છે, જેના કારણે દબાણ સર્જાય છે અને ભૂકંપ આવે છે. 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપ અને તેના આફ્ટરશોક્સને કારણે લગભગ 9,000 લોકોના મોત થયા હતા.