ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ફરીએકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અચાનક ફરીવાર આવેલ ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓ પોતાના ઘરમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ, ભૂંકપ મોડી રાતે અનુભવાયો હતો. ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. જેનું મુખ્ય કેન્દ્ર બિંદુ ઉત્તરકાશીથી આશરે 5 કિલોમીટરના અંતરે નોંધવામાં આવ્યું છે.
આપત્તિ નિયંત્રણ રૂમ દ્વારા આ ભૂકંપને પગલે કોઇપણ પ્રકારની જાનહાની થઇ હોવાનું જાણવા મળ્યું નથી. ઝોન-5માં પડનારા ઉત્તરકાશી ભૂકંપની દૃષ્ટીએ ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, આપને જણાવી દઇએ કે, તાજેતરમાં જ પિથૌરગઢમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા વધુ નહીં હોવાને કારણે તેની કોઇ ખાસ અસર જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, શનિવારની રાતે 9 વાગ્યાની આસપાસના સમયગાળામાં આવેલ ભૂકંપની આંચકાને લીધે સ્થાનિકોમાં ફરીવાર ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો અને જીવ બચાવવા તેઓ પોતાના નિવાસ્થાનની બહાર આવી પહોંચ્યા હતા. જો કે, ભૂકંપને પગલે કોઇ જાનહાની થઇ હોવાનું જાણવા મળ્યું નથી.