અરૂણાચલ પ્રદેશ અને આસામનાં ઘણા વિસ્તારોમાં આજે ધરતીકંપનાં આંચકા આવ્યા છે. અચાનક આવેલા ભૂકંપથી પૂર્વોત્તરની ધરા ધ્રુજી ઉઠી હતી. 5.5નાં રીક્ટર સ્કેલનાં આંચકા અનુભવાયા છે. જો કે હજુ સુધી ધરતીકંપનું એપી સેન્ટર હજુ સુધી જાણી શકાયું નથી. ધરતીકંપનાં આંચકાને કારણે જાનમાલનું નુકસાન થયાનું હજુ સુધી સામે આવ્યું નથી. જો કે આંચકાને કારણ જનસામાન્ય ડરીને ઘરોની બાહર નિકળી ગયા હતાં.
