ગેરકાયદેસર રીતે બનાવેલી કરોડોની સંપત્તિ અને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની થયેલી ધરપકડ બાદ દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં ઈડીએ એ જણાવ્યું હતું કે પૂછતાછ વખતે સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, પોતાને કોરોના થઇ ચૂકયો હોવાથી તેમની યાદશક્તિ જતી રહી છે.
ઈડીએ જણાવ્યું હતું કે, ત્યારે સત્યેન્દ્ર જૈનને દસ્તાવેજો અંગે કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા.
હવાલાથી પૈસા મેળવનારા ટ્રસ્ટ સાથે સત્યેન્દ્ર જૈનનું શું કનેક્શન અને મેમ્બરશીપ મામલે સવાલો પૂછવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે સત્યેન્દ્ર જૈનને ઈડીએ 30 મેના રોજ ધરપકડ કરી હતી, તેના પર આવકથી વધારે સંપત્તિ અને મની લોન્ડ્રીંગનો આરોપ લગાવ્યો હતો. તેમના ઘર પર ઈડીએ દરોડા પાડ્યા હાત. ઈડીએ દાવો કર્યો હતો કે, કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈને પત્ની અને પુત્રીઓના નામેં 16 કરોડથી વધુનું ગફલુ કર્યું છે.જોકે, મંત્રી પોતાને કોરોના થયો હોવાથી કઈ યાદ નહિ હોવાનું રટણ કર્યું હોવાનું અધિકારીઓ જણાવી રહયા છે.
