દેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીથી વિપક્ષમાં ભાગદોડ મચી છે કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ ચાલી રહી છે ત્યારે હવે વિપક્ષે એકજૂથ થવાનું નક્કી કર્યું છે અને બધાને એક કરવાની આગેવાની પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસીના વડા મમતા બેનર્જી લઈ રહયા છે. તેઓ વિપક્ષને એક કરવા પાંચ દિવસની દિલ્હી આવશે.
મમતા સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપીના વડા શરદ પવાર, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કે.સી.આર., SP નેતા અખિલેશ યાદવ, AAP નેતા અરવિંદ કેજરીવાલ અને DMK નેતા MK સ્ટાલિન એક મંચ પર આવી શકે છે. આ પક્ષોના લોકસભામાં લગભગ 125 સાંસદો છે
નોંધનીય છે કે તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં મતદાનમાં તિરાડ પડી છે તેને સાધવાનો પ્રયાસ થશે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીથી પરેશાન વિપક્ષ ફરી એકવાર એક થવા માટેના પ્રયાસ કરી રહ્યું છે.
મમતા દિલ્હીમાં ટીએમસીના સાંસદો સહિત અન્ય પક્ષના નેતાઓને પણ મળશે. તેમની મુલાકાત સોનિયાની સાથે પણ થઈ શકે છે. મમતા તેલંગાણા,તમિલનાડુ, દિલ્હી, પંજાબનાં મખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે.
તે જ દિવસે યાદી પણ જાહેર કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આ યાદી તે નેતાઓની હશે જેઓ ભાજપમાં સામેલ થયા અથવા પરોક્ષ મદદ માટે સંમત થયા પછી, તેમની સામે તપાસ એજન્સીઓની કાર્યવાહી બંધ થઈ ગઈ હોય.
બીજીતરફ શિક્ષક કૌભાંડમાં મંત્રી અને ટીએમસીના સંસ્થાપક સભ્ય પાર્થ ચેટર્જીના નજીકનાને ત્યાં EDના દરોડા બાબતે મમતા આક્રોશમાં છે.
મમતા સરકાર પર આક્રમક બની
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી એકતામાં તિરાડ પડી હતી, જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મમતા વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવાથી પોતાને દૂર રાખવાનું શરૂ કર્યું અને મોદી સરકાર પર તેમનું વલણ નરમ પડવા જઈ રહ્યું છે, પરંતુ તેના બદલે ઉલટું થયું. EDની કાર્યવાહી બાદ મમતાએ પાર્થને મંત્રી પદ પરથી હટાવી દીધા અને આક્રમક રહેવાનો નિર્ણય કર્યો. બીજી તરફ, નીતિ આયોગની રવિવારે મિટિંગ છે જેમાં મમતા પહેલીવાર સામેલ થશે તેમ મનાય છે.
આમ હવે મોદી સરકાર સામે એકજૂથ થશે.