CBSE બાદ CISCEએ પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરી દીધી છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પર ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 12 મી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે કહ્યું કે CBSE હવે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા પગલાં લેશે. CBSE અને CISCE 12 માંના વિદ્યાર્થીઓના પરિણામ પારદર્શક વૈકલ્પિક સિસ્ટમ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં જારી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ તેમના આંતરિક મૂલ્યાંકનના પરિણામોથી સંતુષ્ટ ન હોય તેઓને CBSE દ્વારા સામાન્ય પરિસ્થિતિ બન્યા પછી પરીક્ષામાં હાજર રહેવાની તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સીઆઈએસસીઇએ આઈએસસી (ધોરણ 12) ની પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દીધી હતી. અનેક સંસ્થાઓએ એવી માંગ કરી રહી હતી કે, પરીક્ષાઓ રદ કરવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી, જેની સુનાવણી આ ગુરુવારે થવાની હતી.કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 12 ની પરીક્ષાઓ રદ થયા બાદ સીબીએસઈના 12 લાખ વિદ્યાર્થીઓ અને સીઆઈએસસીઇ ના 4 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. આ સાથે અન્ય રાજ્યોના બોર્ડ પણ આ નિર્ણયને અનુસરીને પરીક્ષાઓ રદ કરી શકે છે. જો કે, રાજ્યોએ સરકારના આ નિર્ણયને સ્વીકારવાની જરૂર રહેશે નહીં.
રાજ્ય સરકારો ઇચ્છે તો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ લઈ શકે છે અથવા જો તેઓ ઇચ્છે તો તેઓ આંતરિક મૂલ્યાંકનના આધારે પણ ધોરણ 12 ના પરિણામ જાહેર કરી શકે છે. જો અન્ય રાજ્યો પણ ધોરણ 12 ની પરીક્ષાઓ રદ કરે છે તો તેનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોઇ શકે.તમને જણાવી દઇએ કે, આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન મોદીની આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યાં હતાં. આ સિવાય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમાં ભાગ લીધો હતો.ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં PM મોદીએ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત CBSE બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી. જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે બોર્ડની પરીક્ષા કઇ રીતે યોજવામાં આવે, પરીક્ષા યોજવી કે નહીં જેવી બાબતો પર મહામંથન કરવામાં આવ્યું. ત્યારે આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રી મોદીની આ બેઠકમાં પરીક્ષા આયોજીત કરવાના બન્ને વિકલ્પો અને રદ કરવાના પરીક્ષાઓ રદ કરવાના વિકલ્પ પર અધિકારીઓ સાથે વિચાર કર્યો હતો. જેમાં CBSE બોર્ડે ગત અઠવાડીયે યોજાયેલી કેન્દ્રીય મંત્રીઓની બેઠકમાં પરીક્ષા આયોજન કરવા માટે વિચાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલો વિકલ્પ હતો કે તમામ વિષયો પર પરીક્ષામાં ઘટાડેલી એક્ઝામ પેટર્ન પર આયોજીત કરવું, અને બીજો વિકલ્પ હતો કે માત્ર ને માત્ર મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષા આયોજીત કરવાની હતી.