સીએ, સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટની ડિગ્રી હવે પીજી સમકક્ષ ગણાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ યુજીસીએ આજે વિધિવત પરિપત્ર કરીને UGCયુજીસી-નેટ આપવા માંગતા કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત આપતા સીએ,સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગની ડિગ્રી પીજી સમકક્ષ ડિગ્રી હોવાનું જાહેર કર્યુ છે. ધો.૧૨ કોમર્સ પછી અથવા બી.કોમ પછી સીએ (ચાર્ટડ એકાઉન્ટન્ટસ), સીએસ (કંપની સેક્રેટરી) અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ (આઈસીડબલ્યુએ) સહિતના જે મહત્વના ત્રણ પ્રોફેશનલ અભ્યાસક્રમો ગણાય છે તે અભ્યાસક્રમોમાં ર્દર વર્ષે ધો.૧૨ પછી અથવા બી.કોમ બાદ લાખો વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે અને ઘણી મહેનત બાદ ક્વોલિફાઈડ થઈને ડિગ્રી મેળવતા હોય છે. મોટા ભાગે ધો.૧૨ પછી વિદ્યાર્થીઓ આ ત્રણમાંથી કોઈ પણ એક કોર્સમાં પ્રવેશ લેતા હોય છે અને ઈન્ટર્નશિપ સાથે પાંચ વર્ષ સુધી આ કોર્સ પુર્ણ કરતા હોય છે.ઘણીવાર વિદ્યાર્થીઓ આ કોર્સીસ સાથે એમ.કોમ સહિતની પીજી ડિગ્રીનો અભ્યાસક્રમણ પૂર્ણ કરે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ માત્ર આ પ્રોફેશનલ કોર્સીસ પર જ ફોકસ કરતા હોય છે. દરમિયાન કેન્દ્ર સરકારની સીએ ઈન્સ્ટિટયુટ, સીએસ ઈન્સ્ટિટયુટ અને કોસ્ટ એકાઉન્ટિંગ ઈન્સ્ટિટયુટ દ્વારા યુજીસીને આ ત્રણેય પ્રોફેશનલ અભ્યાસક્રમોને પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) સમકક્ષ ગણવા રજૂઆત કરવામા આવી હતી. તાજેતરમાં યુજીસીની મીટિંગ મળી હતી અને જેમાં ચર્ચા વિચારણા બાદ અંતે પીજી ડિગ્રી સમકક્ષ આ પ્રોફેશનલ કોર્સીસને ગણવા ઠરાવ કરવામા આવ્યો હતો.
સીએ, સીએસ અને આઈસીડબલ્યુએસ સહિતના ત્રણેય પ્રોફેશનલ કોર્સીસ પીજી ડિગ્રી સમકક્ષ ગણાશે.મહત્વનું છે કે આ ત્રણેય કે ત્રણમાંથી કોઈ બે કે એક કોર્સ કરનારા વિદ્યાર્થીઓને જો યુજીસીની નેટ (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) આપવી હોય તો તેઓએ પીજી ડિગ્રી બતાવવી પડતી હતી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી ન હોવાથી તેઓ નેટ આપી શકતા ન હતા ત્યારે યુજીસીએ આ પરિપત્ર કરીને સ્પષ્ટ કર્યુ છે કે હવે લેક્ચરશિપ માટેની નેટ આપવા માંગતા ઉમેદવારો માટે સીએ,સીએસ અને આઈસીડબલ્યુએ પીજી ડિગ્રી સમકક્ષ ગણાશે.આમ લાખો પ્રોફેશનલ્સ અને હાલ સીએ કે સીએસ કરી રહેલા અને કરનારા લાખો વિદ્યાર્થીઓને આ નિર્ણયથી મોટો ફાયદો થશે.મહત્વનું છે કે આ ત્રણેય કે ત્રણમાંથી કોઈ બે કે એક કોર્સ કરનારા વિદ્યાર્થીઓને જો યુજીસીની નેટ (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) આપવી હોય તો તેઓએ પીજી ડિગ્રી બતાવવી પડતી હતી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી ન હોવાથી તેઓ નેટ આપી શકતા ન હતા ત્યારે યુજીસીએ આ પરિપત્ર કરીને સ્પષ્ટ કર્યુ છે કે હવે લેક્ચરશિપ માટેની નેટ આપવા માંગતા ઉમેદવારો માટે સીએ,સીએસ અને આઈસીડબલ્યુએ પીજી ડિગ્રી સમકક્ષ ગણાશે.આમ લાખો પ્રોફેશનલ્સ અને હાલ સીએ કે સીએસ કરી રહેલા અને કરનારા લાખો વિદ્યાર્થીઓને આ નિર્ણયથી મોટો ફાયદો થશે.
