દેશના મહત્વના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. જેમાં રેકોર્ડ વોટિંગની ખબરો આવી રહી છે. આસામમાં જ્યાં પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 24.61 ટકા વોટ પડ્યા છે. તો વળી પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 24.48 ટકા મતદાન થયું છે.આપને જણાવી દઈએ કે, આસામમાં આજે 47 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 30 સીટો માટે મતદાન ચાલુ છે. બંને રાજ્યમાં પ્રથમ તબક્કાની મતદાન માટે સવારના સાત વાગ્યાથી લાઈનો લાગી ગઈ છે.પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે બુથ પર ઘુસવાનો આરોપ છે. મતદાન શરૂ થયાના થોડા કલાકો બાદ જ હિંસક ઘટનાઓ સામે આવી હતી. ઇજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સવારથી મતદાન મથકો પર લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયુ છે. અહીં પહેલા તબક્કામાં કુલ 30 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. તો આસામમાં 47 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. બંગાળમાં સાજે 6.30 વાગ્યા સુધી મતદાર મતદાન કરી શકશે. તો આસામમાં સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. પશ્વિમ બંગાળમાં પહેલા તબક્કામાં પુરૂલિયા, બાંકુરા, પૂર્વ મેદિનીપુર જિલ્લાની બેઠક પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે.
