યુપી પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ ગોરખપુર જિલ્લામાં હંગામો મચી ગયો. હારી ગયેલા ઉમેદવારને વિજેતા પ્રમાણપત્ર આપવાનો આરોપ મૂકતા એક પક્ષે રોડને જામ કરી દીધો. વિરોધ દરમિયાન વિરોધીઓ દ્વારા નવી બજાર ચોકીને પણ આગચંપી કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલો ગોરખપુરના બ્રહ્માપુર બ્લોકનો છે, જ્યાં મતગણતરીમાં ધાંધલપણાનો આરોપ લગાવતા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.એવો આરોપ છે કે, હારેલા ઉમેદવારોને જીતનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આરોપ લગાવનારા બે ઉમેદવાર અને તેમના સમર્થક બ્રહ્મપુર બ્લોકના નવા બજારમાં ધરણાં પર બેસી ગયા અને સેંકડો સમર્થકો સાથે ચક્કાજામ કરી દીધો. ધરણાં અને ચક્કાજામ કરનારા ઉમેદવાર અને તેમના સમર્થકો ગુસ્સે ભડકી ગયા અને તેઓએ ઝંગહા સ્ટેશનની નવી બજાર પોલિસી ચોકીની સાથે પીએસીની એક ટ્રક અને ચોકી પર મૂકેલી બાઇકને આગને હવાલે કરી દીધી. નવી બજારમાં અનેક વાહનોની તોડફોડ પણ કરવામાં આવી.
પ્રાપ્ત અહેવાલ મુજબ ઝંગહા પોલીસ સ્ટેશન ક્ષેત્રના બ્રહમપુર બ્લોક વોર્ડ નંબર 60થી ચૂંટણી લડી રહેલા રવિ નિષાદ અને વોર્ડ નબર 61થી ચૂંટણી લડી રહેલા કોઈ નિષાદના જીત્યા પરંતુ તેમના પ્રતિદ્વંદ્ધી રામ ગોપાલ યાદવ અને રમેશ ઉર્ફે ગબ્બર યાદવને જીતનું સર્ટિફિકેટ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રવિ નિષાદનો આરોપ છે કે વોર્ડ નંબર 60થી બસપાના સમર્થમાં ચૂંટણી લડ્યાં હતાં. તેમણે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી રામ ગોપાલ યાદવને 3750 મતોથી પરાજીત કર્યા છે. આરોપ છે કે તેમણે હરાવ્યા છતાં તેમના વિરોધી રામ ગોપાલ યાદવને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. રવિ નિષાદના ભાઈ નંદ કિશોરના સમર્થક સુનિલે જણાવ્યું કે રવિ નિષાદ ચૂંટણી જીતી ચૂક્યા હતા. તેમ છત્તા આ ચૂંટણીમાં તેમને હારેલા ગણવામાં આવ્યા છે. રામ ગોપાલ યાદવે જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આજ કારણ છે કે ત્યાં ધરણાંપ્રર્દશન યોજાઈ રહ્યું છે. આવી રીતે વોર્ડ નંબર 61થી ચૂંટણી લડનાર વાલા કોદઈ નિષાદ અને તેમના સમર્થકોનો આરોપ છે કે તેમણે 235 મતથી જીત્યા હોવાં છત્તા રમેશ ઉર્ફ ગબ્બરને જીતનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું.