‘બુક ઓફ રિવિલેશન’માં દુનિયાના અંતને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ બુકના પાંચમાં અને આઠમાં અધ્યાયમાં જોન ઓફ પોટેમસે ધરતી પર થનારી ઘટનાઓ અંગે ભવિષ્ય ભાખ્યું છે. ધાર્મિક ગુરૂ ગ્રેગ સેરેડાએ બુક ઓફ રિવિલેશનમાં લખેલી વાતોમાં દુનિયાના સર્વનાશની વાત કરવામાં આવી છે. બુકમાં જાણકારી આપવામાં આવી છે કે સાતમું પડ ખુલવાને બસ હવે થોડો સમય બાકી છે જેવું સાતમું પડળ ખુલશે દુનિયાનો સર્વનાશ નક્કી છે.
સેરેડાએ છેલ્લા 100 વર્ષોમાં થયેલી દુર્ઘટનાઓની સાંકળને બુક ઓફ રિવિલેશનમાં જોડીને પોતાનું મંતવ્ય દર્શાવ્યુ છે. તેનું કહેવું છે કે આ પુસ્તકની એક એક વાત સો ટકા ખરી પડી છે અને ભવિષ્યમાં પણ સાચી પડશે.
1 નવેમ્બર 1755ના આવેલ લિસ્બનનો ખતરનાક ભૂકંપ આનો સૌથી મોટો સબુત છે. આ ભૂકંપ એટલો વિનાશક હતો કે ચારેકોર વિનાશ જ વિનાશ સર્જાયો હતો. આ ભૂકંપ પછી 40 મિનિટ પછી ભયાનક સૂનામી આવી હતી જેમાં 50 ફૂટ મોજાઓ ઉછળ્યા હતા ભયનો માહોલ એવો હતો કે સદીઓ સુધી રહ્યો હતો. આ વિનાશમાં એક લાખ લોકોએ મોતની સોડ તાણી હતી.
સેરેડા કહે છે કે લિસ્બનમાં આવેલા આ ભૂકંપ બાદ 25 વર્ષ પછી ન્યુ ઇગ્લેન્ડમાં સવારે બીજી ભવિષ્યવાણી સાચી પડી. આ દિવસે અચાનક જ દિવસના અંધારૂ છવાઈ ગયુ સુરજ કાળો પડવા લાગ્યો. આનું બીજુ ઉદાહરણ 13 નવેમ્બર 1933માં નોર્થ અમેરિકામાં જોવા મળ્યુ આ એ તારીખ હતી જ્યારે ઉત્તરીય અમેરિકામાં આસમાનમાં ચાર કલાક સુધી આગ લાગી હોય તેવો નજારો હતો.