લોક રક્ષક દળની પરિક્ષા રદ્દ થયા પછી મુખ્યમંત્રી દ્વારા એસ.ટી બસ ભાડુ મફત કરવાની જાહેરાત કરાઈ હતી. પણ આ જાહેરાત માત્ર જાહેરાત પુરતી થઈ રહેશે તેવો ઉમેદવારો માની રહ્યા છે.
ઉમેદવારો એટલે જાહેરાત પૂરતી જાહેરાત માની રહ્યા છે કારણ કે, સરકારે કરેલા પરિપત્રમાં 5 અને 6 તારીખ ઉમેદવાર મુસાફરી તો મફત કરી શકશે પણ તેણે આ મુસાફરીનો લાભ લેવા પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલા પોતાના ઘરના સરનામેથી કે નજીકના સ્ટેશનથી બેસવુ પડશે તો જ નિશુલ્ક બસ મુસાફરીનો લાભ મળશે, નહીતર આ નિયમ લાગુ પડશે નહીં.
આ પરિપત્રથી મોટા ભાગના પરિક્ષા આપનાર ઉમેદવારોમાં રોષ ફેલાયો છે અને તેમનું માનવુ છે કે, પોલીસની તૈયારી કરતા મોટા ભાગના ઉમેદવારો કલાસીસ કરવા પોતાના ગામથી દૂર ગાંધીનગર કે અમદાવાદ જેવા શહેરોમાં આવ્યા હોત તેઓએ ફરીથી બસ ભાડુ ખર્ચવુ પડશે કે શું?