સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ખાડે ગયેલા તંત્રને ફરી એક વખત વેગવંતુું કરવા સિન્જીકેટ મિટીંગ બાદ આજે એેડેમિક કાઉન્સિલની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રિમ કોર્ટ દ્વારા ફરજીયાત પરીક્ષા લેવાની નિર્ણય બાદ નર્મદ યુનિવર્સિટી સપ્ટેમ્બર માસથી ઓફલાઈન પરીક્ષા લેવાના નિર્ણય પર યથાવત છે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે નક્કી કરેલી તારીખે જ નર્મદ યુનિવર્સિટી દ્વારા તમામ ફેકલ્ટીના યુજી અને પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝર સાથે પરીક્ષાખંડમાં પ્રવોશ અપાશે. યુનિવર્સિટી ફક્ત સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે પરીક્ષા વ્યવસ્થા ગોઠવશે. વિદ્યાર્થીઓએ પોતાનું ધ્યાન જાતે રાખવું પડશે.
ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવી શક્ય નથી.
કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષા રદ્દ કરવા અથવા ઓનલાઈન પરીક્ષા લેવા માટે માંગ કરવામાં આવી હતી. પરંતું એકેડેમિક કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે આટલા ઓછા સમયગાળામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવી શક્ય નથી. આથી નર્મદ યુનિ. દ્વારા લેવામાં આવેલો ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય યથાવત રહેશે. યુજીની 10 સપ્ટેમ્બરથી અને પીજીના વિદ્યાર્થીઓની 2 સપ્ટેમ્બરથી ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે. એક પરીક્ષાખંડમાં 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. કોરોના ગાઈડલાઈન્સના નિયમો વચ્ચે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. પરીક્ષાખંડમાં માસ્ક ફરજીયાત રહેશે.
ડિપ્લોમાં અને આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓને આર્ટસના પ્રથમ વર્ષમાં પ્રવેશ અપાશે
નર્મદ યુનિ. ની એકેડેમિક કાઉન્સિલમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે ધો. 10 બાદ ડિપ્લોમાં અને આઈ.ટી.આઈ થયેલા વિદ્યાર્થીઓ પાસે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડનું ઈક્વિવેલન્ટ સર્ટિફીકેટ હશે તો તો તેવા તમામ વિદ્યાર્થીઓને બી.એ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે એગ્રિકલ્ચર અને હોર્ટીકલ્ચરમાં ડિપ્લોમાંની ડિગ્રી મેળવાર વિદ્યાર્થીઓ બેચલર ઓફ રુરલ સ્ટડીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી શકશે.