સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક દુનિયાની ટોપ 10 બ્રાન્ડની યાદીમાંથી બહાર થઇ ગયું છે. વૈશ્વિક બ્રાન્ડ કન્સલન્ટન્સી ‘ઇન્ટરબ્રાન્ડ’ની વર્લ્ડની બેસ્ટ 100 બ્રાન્ડની વાર્ષિક રેન્કિંગમાં ફેસબુકને ટોપ-10માં સ્થાન મળ્યું નથી.
ફેસબુકની રેન્કિંગ 8માં સ્થાનથી ગબડીને 14માં સ્થાન પર આવી ગઇ છે. ગોપનીયતા કૌભાંડો અને વર્ષ-દર વર્ષથી ચાલી રહેલી તપાસના કારણે આમ થયું છે. 100 સર્વશ્રેષ્ઠ બ્રાંડની યાદીમાં પહેલું સ્થાન એપલનું છે ત્યાર બાદ ગૂગલ એમેઝોનનું નામ આવે છે.
માઇક્રોસોફ્ટ આ યાદીમાં ચોથા, કોકા કોલા પાંચમાં અને સેમસંગ છઠ્ઠા સ્થાન પર છે. સાતમાં સ્થાન પર ટોયોટા, મર્સિડીઝ આઠમાં, મેકડોનાલ્ડ નવમાં અને ડિઝ્ની દસમાં સ્થાન પર છે.
- Apple
- Amazon
- Microsoft
- Coca-Cola
- Samsung
- Toyota
- Mercedes
- McDonalds
- Disney