માહિતી માગવાના અધિકાર હેઠળ કેવી કેવી અરજી સરકારી તંત્રને મળે છે એનો રસપ્રદ ખ્યાલ આગ્રામાં છેલ્લા આઠ માસમાં આવેલી કેટલીક અરજીઓ પરથી મળે છે. આવી સેંકડો અરજીઓના પત્રો અંગત અને પારિવારિક માહિતી માગતા પત્રો હતા.
દાખલા તરીકે એક મહિલાએ એવી અરજી કરી હતી કે મારા પતિ મને પોતાનો પગાર કેટલો છે એ કહેતા નથી. તમે કહો કે મારા પતિનો પગાર કેટલો છે. આ મહિલાને એના પતિ સાથે ઝઘડો ચાલી રહ્યો છે. મહિલાએ એમ પણ પૂછ્યું હતું કે કઇ બેંકના કયા ખાતામાં મારા પતિનો પગાર જમા થાય છે એ જણાવો.
અન્ય એક કેસમાં સાસરિયાના ત્રાસથી કંટાળેલી પુત્રવધૂએ સાસરિયા વિશે માહિતી માંગી છે. તો દિલ્હીના એક અરજદારે એવું પૂછ્યું છે કે ઉત્તર પ્રદેશની પોલીસે એક યુવકને નકલી ચલણી નોટોની હેરાફેરી માટે જેલમાં રાખ્યો છે. એના સાથીદારો કોણ કોણ હતા અને કેટલાની ધરપકડ થઇ છે.