સમગ્ર રાજ્યમાં ચોમાસાનું સાત દિવસ વહેલુ આગમન થયું.પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી.જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં નવ ડેમમાંથી પાક બચાવવા પાણી છોડવામાં આવ્યુ છે.સિંચાઈ વિભાગે રાજકોટ, મોરબી અને સુરેન્દ્નનગરના જળાશયોમાંથી પાણી છોડયુ છે.ભાદર- અને આજી-2, આજી-3 મચ્છુ-1,ન્યારી-2 ડેમ, ફોફળ ડેમ,ફુલકુ ડેમ અને ડેમી-1 ડેમાંથી પાણી છોડવામાં આવ્યુ છે.ભાદર-1 ડેમમાંથી આશરે તેત્રીસો હેક્ટર જમીનમાં સિચાઈ માટે પાણી છોડવામાં આવ્યું.
