15 ડિસેમ્બરથી ફાસ્ટેગ (FASTag) દેશભરમાં લાગુ થઈ ગયું છે. હવે ફાસ્ટેગના રિચાર્જને લઈને વધુ ટેન્શન લેવાની જરૂર નથી. સરકાર દ્વારા એક ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને લઈને મિનિટોમાં તે રિચાર્જ કરવામાં આવી શકે છે.
સરળ થશે મુસાફરી
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર હવે લોકો વાહનો પર તેના ફાસ્ટેગના BHIM UPIથી રિચાર્જ કરી શકે છે. NPCIનું કહેવુ છે કે, વાહન માલિક BHIM UPIથી ફાસ્ટેગના રિચાર્જ કરવા ટોલ પ્લાજા પર નિઃસંકોચ સફર કરી શકો છો. આ રિચાર્જ કોઈ પણ BHIM UPI એપથી કરવામાં આવી શકે છે.
આપવા પડી શકે બેઘણા પૈસા
તેનો ફાયદા એ થશે કે, હજુ તમે તમારા ફાસ્ટેગ વોલેટનું રિચાર્જ કરવાનું ભુલી જાઓ અને ટોલ પ્લાઝાથી નિકળતા રહો તો તમારા ફાસ્ટેગ લેનમાં ઘુસવા પર બે ઘણો ટોલની રકમ આપવી નહી પડે. અત્યાર સુધી ફાસ્ટેગથી ખાલી બેંકના પોર્ટલ પર જઈને રિચાર્જ કરી શકો છો. જો તમે ઓનલાઈન અમેજોનથી ખરીદ્યું તો આ સુવિધા આવ્યા બાદ સત્તાવાર ફાસ્ટેગ એપથી પણ રિચાર્જ કરી શકો છો.
આ છે ઉપાય
જો તમારી પાસે કોઈ પણ બેંકના ફાસ્ટેગ છે. તો ભીમ યૂપીઆઈથી રિચાર્જ આ રીતે કરી શકો છો…
-સૌથી પહેલા BHIM UPI એપમાં લોગ-ઈન કરો
-હોમ સ્ક્રીન પર Send ઓપ્શન પર ક્લિક કરો
-ત્યાર બાદ NETC FASTag UPI ID જેમકે netc.VehicleNumber@BankUPIHandle લખો, તેમાં ફાસ્ટેગ આપનારી બેંકનું નામ યૂપીઆઈ હેન્ડલમાં લખવામાં આવશે.
-ત્યાર બાદ તેને વેરિફાઈ કરવાનું છે.
-બાદમાં રિચાર્જ રકમ ભરવાની રહેશે.
-એપમાં પિન નાખીને ટ્રાન્જેક્શનનું ઓથેન્ટિકેટ કરો.
-ત્યાર બાદ તમારી પાસે ટ્રાન્જેક્શન કન્ફર્મેશનનો એસએમએસ આવશે.
હાલમાં ફાસ્ટેગ સુવિધા HDFC Bank, ICICI Bank, State Bank of India, Kotak Mahindra Bank, Axis Bank, Airtel Payments Bank અને Paytm Payments Bank આપી રહ્યા છે. જોકે, ભીમ એપમાં અલગથી ફાસ્ટેગ રિચાર્જની કોઈ સુવિધા આપવામાં નથી.
સરકારના આંકડાઓ અનુસાર અત્યાર સુધી 1.04 કરોડ ફાસ્ટેગનું વેચાણ થઈ ચુક્યું છે અને રોજના સરેરાશ એક લાખ ફાસ્ટેગ જોડાઇ રહ્યા છે. તો ફાસ્ટેગથી ભરવાવાળાની સંખ્યા પણ વધી રહી છે. ફાસ્ટેગથી ભરીને 44 કરોડ રૂપિયા પાર કરી ગયા છે. જે નવેમ્બરમાં 26.4 કરોડ રૂપિયા હતા. રોડ પરિવહન મંત્રાયલના અનુસાર દેશભરમાં 523 ફાસ્ટેગ ટોલ પ્લાઝા છે અને સરેરાશ કલેક્શન 78.6 કરોડ રૂપિયા પ્રતિ દિવસ છે.