Toyota Fortuner:

Tata Safari:
નેતાઓની લોકપ્રિય કારમાં Tata Safariનુ નામ બીજા નંબર પર આવે છે. અલગ-અલગ પાર્ટીના નેતાઓ સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન Tata Safariમાં જોવા મળે છે. Tata Safariની ભારતીય બજારમાં જર્ની જૂની છે અને આજે પણ લોકો વચ્ચે આ કાર લોકપ્રિય છે. આરામદાયક ઇન્ટિરિયર અને દમદાર પરર્ફોર્મન્સને કારણે SUV લોકપ્રિય કારમાંથી એક છે. Tata Safariને ભારતીય બજારમાં સૌથી પહેલા 1998માં ઉતારવામાં આવી હતી. રાહુલ ગાંધી ઘણી વખત Tata Safari સવારી કરતા જોવા મળ્યા છે.
Scorpio:
નેતાઓની લોકપ્રિય કારમાં મહિન્દ્રાની Scorpioનું નામ પણ શામેલ છે. ઑફ રોડ પરર્ફોર્મન્સ માટે આ કારની ડિમાન્ડ નેતાઓની વચ્ચે ઘણી છે. સૌથી પહેલા ભારતીય બજારમાં Scorpio 2002માં આવી હતી. આ કારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ભારતીય બજારમાં અલગ ઓળખ થઇ. નવી Scorpioની કિંમત 9.97 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારમાં દમદાર mHawk એન્જિન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત Scorpio કારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.
Toyota Innova:
Toyota Innovaનુ નામ પણ ઑફ રોડ પરર્ફોર્મન્સ માટે પ્રખ્યાત છે. તાજેતરમાં જ કંપનીએ તેના નવા વેરિયન્ટને લોન્ચ કર્યુ છે. આ કારની શરૂઆતી કિંમત 15.57 લાખ રૂપિયાની આસપાસ છે. જેમાં ડ્યુઅલ-એરબેગ, પાર્કિંગ સેન્સર, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ, પાવર ફોલ્ડિંગ વિંગ મિરર્સ સહિત ઘણા ફિચર્સ છે. મનીષ સિસોદિયા જેવા ઘણા નેતાઓ Toyota Innovaમાં પ્રચાર કરતા જોવા મળ્યા છે.
Mahindra Thar:
ભારતીય બજારમાં Mahindra Tharને 4 ઓક્ટોબર 2010માં લોન્ચ કરવામાં આવી હતી. ભારતીય બજારમાં તેને ટૉપ 10 SUVમાં શામેલ કરવામાં આવે છે. આ કારના એક વેરિયન્ટમાં 7 સીટર ઑપ્શન પણ મળે છે, પરંતુ કનવર્ટ કરવા માટે ટૂ-સીટર પણ બનાવી શકાય છે. રૂફ ઑપન થવાના કારણે નેતાઓની વચ્ચે પ્રચાર દરમિયાન આ કાર ઘણી લોકપ્રિય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણી વખત ચૂંટણી પ્રચાર દરમિયાન Mahindra Tharનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.