ફેની વાવાઝોડાંને કારણે ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના ચાર જિલ્લા- પૂર્વ ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિજિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી આચારસંહિતા દૂર કરી છે. આ નિર્ણય રાહત કાર્યોમાં આવનારી સંભવિત અડચણોને કારણે લેવામાં આવ્યો છે.
આ પહેલાં ફેની શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે ઓરિસ્સાના પુરી કાંઠે ટકરાયું હતું.અહીં હજારો વૃક્ષો અને થાંભલા પડી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે અનેક મકાનોને નુકસાન આમ, ઓરિસ્સામાં ભયંકર નુકસાન કરીને ફેની બંગાળ તરફ આગળ વધ્યું.
ફેની વાવાઝોડા ને લઈને કોલકાતામાં શનિવારે સવારે 8 વાગ્યા સુધી વિમાનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ બંગાળ થઈ બાંગ્લાદેશ તરફ આગળ વધશે એવામાં પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ પહેલાં ઓરિસ્સામાં અગમચેતીના પગલાં રૂપે 15 જિલ્લામાંથી 11 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. 20 વર્ષ બાદ ઓરિસ્સામાં ટકરાનારું આ સૌથી ખતરનાક વાનાઝોડું છે.
ઇમરજન્સી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
ઓરિસ્સા- 06742534177, ગૃહ મંત્રાલય- 1938, સિક્યુરિટી- 182