એસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 22 સપ્ટેમ્બર રવિવારે હ્યુસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ પહેલીવાર થશે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ભારતીય સમુદાયના કોઈ કાર્યક્રમમાં સામેલ થશે અને જેને ભારતનાં વડાપ્રધાન સંબોધિત કરશે. આ ઇવેન્ટ માટે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. હાઉડી નો અર્થ થાય છે હાઉ ડુ યૂ ડુ.. તમે કેમ છો..આ કાર્યક્રમ ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. જે સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યની થીમ પર હશે. અહીં વડાપ્રધાન મોદી અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે ગોળમેજી બેઠક કરશે. ત્યારબાદ તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે.
અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે 50,000 ભારતીયોને સંબોધન કરશે. ‘હાઉડી મોદી’ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને તેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ શામેલ થશે. આ એક એતિહાસિક ક્ષણ હશે જ્યારે પ્રથમ વખત બે શક્તિશાળી દેશોના વડા એક મંચ પર એક સાથે દેખાશે. વિશ્વના બે મોટા લોકશાહી દેશોના નેતાઓ એક સાથે ભારતીય સમુદાયના 50,૦૦૦ થી વધુ લોકોને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા પછી અમેરિકામાં આ તેમનો પહેલો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ બાબતની પુષ્ટિ કરતાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું છે કે રવિવાર 22 સપ્ટેમ્બર 2019 ના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહત્વપૂર્ણ ભાગીદારીને દોરવા હ્યુસ્ટન, ટેક્સાસ અને વેપકોનેટા, ઓહિયોની યાત્રા કરશે. હ્યુસ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત ડેમોક્રેટ નેતા સ્ટેની હોયર પણ અહીં સભાને સંબોધન કરશે.