આ દુનિયા અજીબોગરીબ શિલ્પસ્થાપત્યોથી ભરેલી છે. સમયાંતરે તેની પાછળના ખુલાસા થતા રહે છે. અનેક વાર તો એવી સચ્ચાઈ સામે આવે છે કે તેના પર વિશ્વાસ કરવો જ અઘરો થઇ જાય છે. ભારતમાં પણ એવા ઘણા મામલા સામે આવ્યા છે, આજે અમે તમને એક એવા સ્મરાકથી પરિચિત કરવા જય રહ્યા છીયે જેના વિષે જાણીને શક્ય છે કે તમે ચોંકી જશો. તમે જાણો જ છો કે પૌરાણિક સમયમાં દેશમાં કુવાઓ ખોદવામાં આવતા હતા જેથી પાણીની અછત ન થાય. પરંતુ, એક એવો પણ કૂવો છે કે જેની નીચે લગભગ 30 કિલોમીટર લાંબી સુરંગ પણ બનાવવામાં આવી છે. તો ચાલો જાણીયે તેના અંગેના રસપ્રદ તથ્યો…એ તો સૌને ખબર છે પહેલાના સમયમાં ભારતના અગણિત કુવાઓ ખોદાવડાવવામાં આવતા હતા. અનેક કુવાઓ તો હજારો લાખો વર્ષ જુના છે. પરંતુ એક કૂવો એવો પણ છે જેની પાછળની વાર્તા અત્યંત રસપ્રદ છે. ગુજરાતના પાટણમાં આવેલ એક કૂવો છે જે ‘રાણીની વાવ’ના નામે જાણીતો છે. આ કુવા માટે વાવ શબ્દ પ્રયોગ થાય છે. કારણકે તેમાં આવવા-જવા માટે સીડીઓનો ઉપયોગ થયા છે. કહેવાય છે કે આ કૂવો લગભગ 900 વર્ષ જૂનો છે. એટલું જ નહિ આ રાણીની વાવને ઐતિહાસિક ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજ તરીકેનું સ્થાન પણ મળ્યું છે.કહેવાય છે કે આ કૂવાને ઈ.સ. 1063માં સોલંકી રાજવંશના રાજા ભીમદેવ પહેલાની સ્મૃતિમાં તેમની પત્ની ઉદયમતીએ બનાવડાવ્યો હતો. કહેવાય છે કે આ વાવ 64 મીટર લાંબી અને 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. એટલું જ નહિ આ કૂવાની અંદર 30 કિલોમીટર લાંબી સુરંગ પણ બનેલી છે. આ સુરંગ પાટણથી સિદ્ધપુર સુધી ખુલે છે. કહેવાય છે કે આ ગુપ્ત સુરંગનો ઉપયોગ રાજા અને તેમનો પરિવાર કઠિન પરિસ્થિતિમાં ઉપયોગ કરતા હતા. જોકે, વર્તમાન સમયમાં આ સુરંગ બંધ કરી દેવામાં આવી છે. આ કુવાને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે.
