તબલિગી જમાતના કોરોના શંકાસ્પદોએ હવે શરમ નેવે મૂકી રહ્યાં છે. એક તરફ ડોક્ટર અને નર્સો તેમને બચાવવામાં લાગ્યા છે તો બીદી બાજુ ગાઝિયાબાદની MMG હોસ્પિટલમાં દાખલ જમાતી દર્દીઓ સતત હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી રહ્યો છે. આટલું જ નહીં, આ લોકો નર્સોની સામે જ કપડા બદલવા માટે કપડા ઉતારી રહ્યાં છે. હવે જિલ્લા વહીવટી તંત્ર આવા લોકોને જેલની બેરેકોમાં બંધ કરવા પર વિચાર કરી રહ્યું છે.
આ અંગે હોસ્પિટલના અધિકારી રવિન્દ્ર રાણાએ જણાવ્યું કે, તબલિગી જમાત સાથે સંકળાયેલા કોરોના શંકાસ્પદોને દાખલ કરવામાં આવ્યા છે, તેઓ દુર્વ્યવહાર કરી રહ્યાં છે. જમાતી લોકો સતત અશ્લીલ હરકતો કરી રહ્યાં છે. તેઓ વૉર્ડમાં કપડા વિના આંટા મારવા લાગે છે અને નર્સો સામે જ કપડા બદલવા માંડે છે. આ ઉપરાંત નાની-નાની વાતો પર હોબાળો મચાવે છે.