AAIMS ના ટીચીંગ બ્લોકમાં આજ રોજ આગ લાગવાની ઘચના બની છે. જો કે આગ લાગ્યા બાદ તરત જ ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ડિપાર્ટમેન્ટની 34 ગાડીઓ અને લગભગ 150 ફાયર બ્રિગેડ કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
હાલ ઈમપજન્સી વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે એમ્સના બીજા માળે પીસી બ્લોકમાં આગ લાગવાની ઘટના બની છે. નોંધનીય છે કે AAIMS ફક્ત દિલ્હીની જ નહીં પણ દેશની ટોપની હોસ્પિટલોમાંની એક છે.
ઈમરજન્સી લેબમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની છે. આ વોર્ડ ઈમરજન્સીની નજીક જ છે. આ વોર્ડના દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે.