ભારતમાં કોરોના વાયરસ માટે સૌથી પહેલા ચર્ચામાં આવેલુ કેરલમાં હવે રાહતના સમાચાર છે. જ્યાં 345 સંક્રમણવાળા કેસમાંથી 83 દર્દી ઠીક થઈ ગયા છે. અને અત્યાર સુધીમાં કેરલમાં ફક્ત બે લોકોના જ મોત થયા છે. કેરલમાં હવે નવા કેસ સામે આવવામાં ખૂબ ઘટાડો થયો છે
આઈએએસ અધિકારી સુનીલ કુમારનું કહેવુ છે કે, જે રીતે કેરલે નિપાહ વાયરસ પર કાબૂ મેળવ્યો હતો, તેનાથી પણ વધુ સારુ મોડલ કોવિડ-19ને રોકવા માટે અપનાવ્યું છે. આ બાજૂ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ અને ભારત સરકારના રણનીતિકારો પણ સતત કેરલ પર નજર બનાવી રાખી છે.
અધિકારીઓ જણાવે છે કે, કોરોના વાયરસના કહેરને ધ્યાને રાખી કેરલમાં તેને રોકવાના પ્રયાસો વધારી દીધા હતા. જાન્યુઆરી મહિનામાંથી જ તેના માટે ખાસ યોજના બનાવી હતી. 24 જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ સંક્રમણ પર ચર્ચા પર તમામ જિલ્લામાં કંટ્રોલ રૂમ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. આપને જણાવી દઈએ કે, કેરલમાં સૌથી પહેલો કેસ 30 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ કેસ સામે આવતા જ કેરલ સરકારે રાજ્યમાં 4 ફેબ્રુઆરીએ રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી.