ગુજરાતમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણીને પગલે રાજકારણ ગરમાયુ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. સુત્રો અનુસાર, ગૃહ ચાલતુ હોવાથી વિધાનસભા અધ્યક્ષ સોમવારે કબૂલાત કરી શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રદ્યુમન સિંહ જાડેજા, જેવી કાકડિયા, સોમાભાઇ પટેલ, મંગળ ગાવિત અને ગઢલાના પ્રવિણ મારૂએ રાજીનામું આપ્યું છે. શનિવાર મોડી રાત્રે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યુ હતું.
ગુજરાત કોંગ્રેસના ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત, અબડાસાના પ્રદ્યુમન સિંહ જાડેજા, લીમડીના સોમાભાઇ પટેલ અને ધારીના જેવી કાકડિયાએ રાજીનામું આપ્યુ છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામુ આપતા વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યાબળ 176 ધારાસભ્યોનું થઇ જશે. જો બીટીપી અને એનસીપી કોંગ્રેસને મદદ કરે તો કોંગ્રેસ બીજી બેઠક જીતી શકે છે. આ ઉપરાંત ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ પણ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રવિણ મારૂં ભરત સોંલંકીના વિશ્વાસુ મનાય છે.
ભાજપ દ્વારા પાટીદાર નેતા અને પૂર્વ કોંગ્રેસી નરહરી અમીને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કોંગ્રેસને ક્રોસ વૉટિંગનો ડર સતાવી રહ્યો છે. જેના પગલે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે રાજ્યની બહાર રાજસ્થાન શિફ્ટ કરવાનું શરૂ કર્યું હતુ, ત્યારે આજે એવા સમાચાર મળી રહ્યા છે કે, કોંગ્રેસના 2 ધારાસભ્યો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને તેઓ ક્રોસ વૉટિંગ કરશે અને પછી પાર્ટી સાથે છેડો આપી દેશે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજ્યસભાની ત્રીજી સીટ જીતવા માટે ભાજપ જોડતોડની નીતિ અજમાવે તેવી ભીતિના પગલે પાર્ટીએ પોતાના ધારાસભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા હતા. જો કે આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના લીંબડી બેઠકના ધારાસભ્ય સોમા પટેલ અને ધારીના ધારાસભ્યો જેવી કાકડીય બન્નેએ મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપ્યું અને ટૂંક સમયમાં ભાજપમાં ભળશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.