ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાના સૌથી મોટા ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જૈશ એ મોહમ્મદના 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે. જેઓ ગણતંત્ર દિવસ પર આત્મઘાતી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યાં હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર શ્રીનગદર પોલીસે જૈશ એ મોહમ્મદના આતંકી મોડ્યૂઅલનો મોટો ખુલાસો કર્યો છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ 26 જાન્યુઆરીના રોજ ગ્રેનેડથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં હતા.આતંકવાદીઓ ઘાટીમાં ફિદાઈન હુમલો કરવાની ફિરાકમાં હતા. જે હુમલાને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. પોલીસને આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન મળી આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે શ્રીનગરના હઝરતબલ વિસ્તારમાંથી તેમની ધરપકડ કરી છે.
આ આતંકવાદીઓની થઈ ધરપકડ
- એઝાઝ એહમદ શેખ
- ઉમર હમીદ શેખ
- ઈમતીયાઝ અહમદ ચિકલા
- સાહિલ ફારુકી ગોજરી
- નસીર એહમદ મીર
- ફરી એકવાર ઊરી જેવો હુમલો જમ્મુ કશ્મીરમાં લશ્કરી છાવણી પર કરવાનું કાવતરું જૈશ એ મુહમ્મદના આતંકવાદીઓ રચી રહ્યા હોવાની બાતમી મિલિટરી ઇન્ટેલિજન્સને આજે સવારે મળી છે. પ્રજાસત્તાક દિવસ કે તેની આસપાસ આવો હુમલો કરવાની તૈયારી હિજબુલ મુજાહિદ્દીન અને જૈશના આતંકવાદીઓ કરી રહ્યા હોવાની આ બાતમી પછી લશ્કરી અધિકારીઓને સાબદા કરી દેવામાં આવ્યા હતા. જે અંતર્ગત તપાસમાં રહેલી શ્રીનગર પોલીસને મોટી સફળતા મળી છે. જૈશના 5 આતંકવાદી ઝડપાઈ ગયા છે. હાલમાં સેના એ સૌથી વધુ એલર્ટ પર છે. આટ આટલી પછડાટ છતાં પણ દેવાદાર થયેલું પાકિસ્તાન પોતાના ઊંબાડિયા મૂકતું નથી. આજે જ યુએનમાં ચીન અને પાકિસ્તાનની મેલી રમતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. કાશ્મીરમાં યુએન મામલો ચર્ચવાના કેસમાં પાકિસ્તાન પાસે ચીન સિવાય એક પણ દેશ ન હતો. ભારતની પડખે 10 દેશ ઉભા હતા. જે આંતકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તે તમામ આંતકીઓનાં નામનો ખુલાસો થયો છે. જેમાં એઝાઝ એહમદ શેખ, ઉમર હમીદ શેખ, ઈમતીયાઝ અહમદ ચિકલા, સાહિલ ફારુકી ગોજરી અને નસીર એહમદ મીર શામિલ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કાશ્મીર પોલીસમાંથી હાંકી કઢાયેલા પૂર્વ ડીએસપી દેવેન્દ્રસિંહ આંતકીઓ સાથે ઝડપાયા હતા. આ સાથે સાથે ઝડપાયેલા આતંકીઓનું મોટું ષડયંત્ર બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ આ તમામ આંતકવાદીઓ પાકિસ્તાનમાં કરવામાં આવેલી ભારતની સર્જિકલ સ્ટ્રાઈકથી બોખલાઈ ગયા હતા.અને પંજાબ, દિલ્હી, ચંડીગઢમાં મોટા આતંકી હુમલાની યોજના ઘડી રહ્યા હતા.