સરકારે ગઇકાલ સુાૃધી જાહેર કરેલા કોરોના ડેથના આંકડા અને એની સામે સરકારનાં જ એલ.આઇ.સી.માં સેટલ થયેલા ક્લેઇમની સરખામણીના કેટલાંક દ્રષ્ટાંત જોઇએ તો રાજકોટ જિલ્લામાં ૭૨૩ સામે અંદાજે ૨૦૦૦, જામનગર જિલ્લામાં ૪૭૭ સામે ૬૦૦, કચ્છમાં ૧૪૫ સામે ૫૦૦, જૂનાગઢ જિલ્લામાં ૨૭૦ સામે ૬૦૦, પોરબંદર જિલ્લામાં સરકારી માત્ર ૧૯ સામે એલઆઇસીના અંદાજ મુજબ કોરોના મૃતકો લગભગ ૧૯૫, એવાં તારણ નીકળે!
સામાન્ય સંજોગોમાં દર વર્ષે એલઆઇસીના રાજકોટ ડિવિઝન હેઠળના આઠ જિલ્લામાંથી કુલ મિલા કે ૭૦૦૦ થી ૮૦૦૦ ક્લેઇમ આવતા હોય, જેના બદલે આ નાણાંકીય વર્ષના ફર્સ્ટ ક્વાર્ટર દરમિયાન જ ૮૩૬૦ ક્લેઇમ આવી પડયા. અલબત, તે તમામ કોરોના ડેાૃથ ન ગણાય તો પણ નિગમના અિાૃધકારિક સૂત્રોનાં અનુમાન મુજબ ૫૦ ટકાાૃથી વધુ કિસ્સા તો વ્યક્તિ કોરોના સંક્રમિત બનીને મૃત્યુ પામી હોય એવા જ હતા. આ પૈકી ૫૫૦ ક્લેઇમમાં ચૂકવણું હજુ બાકી છે. ઓફિસરો એમ પણ ઉમેરે છે કે મૃતકો પૈકી મોટાભાગના યુવા વયના હતા. સૌરાષ્ટ્રના ચાર મહાનગર પૈકી ભાવનગરને બાદ કરતાં રાજકોટ શહેરમાં ૨૪૧૫, જૂનાગઢ શહેરના ૭૫૧ અને જામનગર શહેરના ૧૦૨૫ (કુલ ૪૧૯૧) દિવંગતોના પરિવારને લાઇફ ક્લેઇમ ગત ત્રણ માસમાં જ ચૂકતે કરવામાં આવ્યા, જેની સરખામણીમાં ગત વર્ષે આ ગાળામાં ત્રણે’ય શહેરમાં અનુક્રમે ૨૮૫, ૯૬ અને ૧૪૧ (કુલ ૪૨૨) જ ક્લેઇમ હતા. આનો સીધો મતલબ એમ કે મૃત્યુનું પ્રમાણ દસ ગણું થયું.
સત્તાવાર રિપોર્ટસ મુજબ દેશમાં એલઆઇસી સિવાયની ૨૪ કંપનીઓનો લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં કુલ ૨૧ ટકા હિસ્સો હોય છે, જે જોતાં ઉપલબૃધ પ્રાૃથમ ત્રિમાસિક આંકડાઓમાં બીજા ૨૦ ટકા કોરોના ડેથ ઉમેરી શકાય, અને સૌાૃથી મહત્વનું તો એ, કે હજારો ગરીબ – નિમ્ન વર્ગીય માણસો તો કોઇ વીમા સુરક્ષા કવચ વિના જ જીવીને કોરોનામાં અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા છે. આ સંજોગોમાં, કોરોના મૃતકોને સહાય ચૂકવવી જ પડશે એવી સુપ્રીમ કોર્ટની ફટકાર સર-આંખો પર લઇને સરકાર સંતોષપ્રદ રકમ જાહેર કરે તો ખાસ કરીને વીમા કવચ વિહોણાં કોરોના મૃતકોના જરૃરતમંદ પરિવારોને મદદ થઇ ગણાશે.