બિન અનામત વર્ગના યુવાનોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આજે સાંજ સુધીમાં કોઈ મોટી જાહેરાત થવાની પૂરી શક્યતાઓ છે.
સુત્રો જણાવે છે કે આજે બપોર પછી ગાંધીનગરમાં CM બંગલે બિન અનામત વર્ગના અધ્યક્ષ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે ખૂબ જ લાંબી ચાલી હતી. આ મિટિંગમાં ખાસ કરીને બિન અનામત વર્ગના યુવાનોને નોકરીની ભરતીમાં વયમર્યાદામાં છૂટછાટ તેમજ બિન અનામત વર્ગને યોજનાઓનો લાભ લેવા માટેની આવક મર્યાદામાં છૂટછાટ કઈ રીતે અને કેટલી આપી શકાય તે સહિતના તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા થઇ હતી.
અગાઉ પણ બિન અનામત વર્ગ દ્વારા સરકારને ભલામણ કરાઈ હતી કે આ યોજના માટે લાભ લેવા માગતા યુવતીઓની ભરતી માટે વયમર્યાદામાં છુટછાટ આપવી જોઈએ તેમજ તેમના પરિવારની આવકની મર્યાદામાં પણ છૂટછાટ આપવી જોઈએ. સચિવાલયમાં એવું ચર્ચાય છે કે સરકાર હવે કોઈ મોટો નીતિવિષયક નિર્ણય લઈને તેની જાહેરાત કરી શકશે.