બ્રિટેનના પૂર્વ વડાપ્રદાન ડેવિડ કેમરોને મનમોહન સિંહને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ કે, મનમોહન સિંહે તેમને કહ્યું હતું કે, જો ભારતમાં મુંબઈ જેવો હુમલો ફરીથી થાય છે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ સેના કાર્યવાહી કરશે.
પીટીઆઈ અનુસાર, ગુરુવારે લંડનમાં પોતાની પુસ્તક ‘ફોર ધ રિકોર્ડ’ને લોન્ચ કરતા ડેવિડ કેમરોને આ વાત જણાવી છે. કેમરોને કહ્યુ કે, ‘વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મારા સંબંધ સારા રહ્યા હતા. તેઓ સંત પુરુષ છે, પરંતુ ભારતના ખતરાઓ વિરુદ્ધ તેઓ ખૂબ કડક હતા. ભારતની એક યાત્રા દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, મુંબઈમાં 2008ના આતંકવાદી હુમલાની જેમ કોઈ બીજો હુમલો થાય છે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ સેના કાર્યવાહી કરશે.’
ભારત અને બ્રિટનના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરતા ડેવિડ કેમરોને ભારતના બે નેતાઓ મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી છે. તેમમે નવેમ્બર 2015માં લંડનના વેમ્બલે સ્ટેડિયમમાં સંબોધન દરમિયાન મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગળે મળવાની ઘટનાને પણ યાદ કરી હતી. તેમના અનુસાર, આ એક એવો ક્ષણ હતો જે મને હંમેશા યાદ આવે છે.
ડેવિડ કેમરોને કહ્યુ કે, ‘નરેન્દ્ર મોદીના સંબોધનથી પહેલા મેં વેમ્બલે સ્ટેડિમમાં 60 હજારની લોકોની ભીડ કહ્યું હતું કે, મને લાગે છે કે કોઈ દિવસે ભારતીય મૂળના બ્રિટીશ વ્યક્તિ ‘દસ ડાઉટિંગ સ્ટ્રીટ’માં વડાપ્રધાન તરીકે આવશે. ત્યારે લોકોના ટોળાએ બૂમો પાડીને તેને મંજૂરી આપી હતી, જે અદ્ભૂત હતો. તે સમયે હું અને નરેન્દ્ર મોદી એકબીજાને ભેંટ્યા ત્યારે મને લાગ્યુ કે, આ બ્રિટેન દ્વારા વિશ્વને ખુલ્લા હ્રદયથી સ્વાગત કરવાનો સંકેત આપશે.’
ડેવિડ કેમરોને ‘ફોર ધ રિકોર્ડ’ નામની પોતાની પુસ્તકમાં પોતાના 52 વર્ષના અંગત તથા વ્યવસાવિક જીવનની ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે. તેમાં 2010થી 2016ની વચ્ચેના સમયગાળાને વિશેષ રીતે ઉલ્લેખ કર્યો છે, જ્યારે તેઓ બ્રિટેનના વડાપ્રધાન બન્યા હતા. તેમણે પોતાની પુસ્કતકમાં મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે.