ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં ચોથા તબક્કાની 15 બેઠકો પર આજે મતદાન શરૂ થઇ ગયુ છે. ચોથા તબક્કાની 15 બેઠકો માટે કુલ 221 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન માટે સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવી છે. ઝારખંડમાં મતદાનનાં કુલ પાંચ તબક્કાઓ છે.
ચોથા તબક્કામાં રાજ્યનાં ચાર જિલ્લાઓની 15 બેઠકો પર મતદાન થવાનુ છે, જેમા દેવઘર (સુ), જમુઆ (સુ), ચંદનકિયારી (સુ), મધુપુર, બગોદર, ગાંડે, ગિરિડીહ, ડુમરી, બોકારો, સિંદ્રી, નિરસા, ધનબાદ, ઝારિયા, ટુંડી અને બાઘમારા સામેલ છે. 23 ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે. ઝારિયા બેઠક પર સીધી હરિફાઇ એક જ પરિવારની બે મહિલાઓ વચ્ચે જોવા મળી શકે છે, જ્યાં ભાજપે રાગિનીસિંહને તેમના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે જ કોંગ્રેસે પૂર્ણિમા નીરજ સિંહને ટિકિટ આપી છે.
પીએમ મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે ઝારખંડમાં ચોથા તબક્કાનું મતદાન છે, તમને સૌને નિવેદન છે કે તમારો મત આપો અને લોકશાહીનાં પવિત્ર ઉત્સવમાં ભાગ લો