કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. હવે 1લી એપ્રીલથી હવાઈ મુસાફરી કરતા યાત્રિકોને વધુ એક ઝટકો લાગવાનો છે. હવે એવિએશન સિક્યોરિટી ફીસ એટલે કે એએસએફ પણ વધવાની છે.એક એપ્રીલથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એવિએશન સિક્યોરિટી ફી 200 રૂપિયા થશે. વર્તમાનમાં તે 160 રૂપિયા છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની વાતો કરે તો તેના માટે રકમ 5.2 ડોલરથી વધારીને 12 ડોલર થઈ જશે. આ નવા દરો એક એપ્રીલ 2021થી લેવામાં આવતી ટિકિટો ઉપર લાગુ કરવામાં આવશે.આ પહેલા સરકારે એક સપ્ટેમ્બર 2020ના રોજ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન યાત્રિકો પાસેથી વધારે એએસએફ વસુલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એએસએફ 150 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા થઈ ગઈ હતી. તે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે આ રકમ 4.85 ડોલરની જગ્યાએ 5.2 ડોલર થઈ ગઈ હતી. આ પહેલા એક જુલાઈ 2019ના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એવિએશન સિક્યોરિટી ફી 130 રૂપિયાથી વધીને 150 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે આ રકમ 3.25 ડોલરના કારણે 4.85 ડોલર થઈ ગઈ છે.જો કે કેટલાક યાત્રિકોને એવિએશન સિક્યોરિટી ફીની છુટ દેવામાં આવી છે. તેમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારક અને ઓન ડ્યુટી એરલાઈન ક્રુનો સમાવેશ થાય છે. તે સિવાય એક જ ટિકિટના માધ્યમથી પહેલી ફ્લાઈટમાં 24 કલાકની અંદર બીજી કનેક્ટિંગ ફ્લાઈટ લેનારા ટ્રાંજિટ યાત્રિકોને છુટ દેવામાં આવી છે.
