પંજાબ નેશનલ બેંકનાં કૌભાંડમાં ભાગેડુ જાહેર કરેલા નીરવ મોદી લંડનમાં દેખાયો છે. પહેલા કરતાં ચહેરો ઘણો બદલાયો છે. આ દરમિયાન ધ ટેલિગ્રાફ યુકેનાં પત્રકારે નીરવ મોદીને ઘણાં સવાલ પૂછ્યાં. આ બધા પર તેણે નો કોમેન્ટ કહીને નકાર્યા છે. નોંધનીય છે કે ગત સપ્ટેમ્બરમાં તેના પ્રત્યાર્પણ અંગે બ્રિટનને પત્ર લખ્યો હતો. જેની સાથે એક રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી હતી
વધેલા વાળ, દાઢી અને 10 હજાર ડોલરનું જેકેટ પહેરીને તે લંડનનાં રસ્તાઓ પર બિન્દાસ ફરી રહ્યો છે. લંડનના પ્રખ્યાત અંગ્રેજી અખબારે સંવાદદાતાએ નીરવ મોદીને કેટલાંય પ્રશ્નો કર્યા, પરંતુ તેમને કોઇ પણ પ્રશ્નોના જવાબ આપ્યા નહીં.
સંવાદદાતાએ પૂછ્યું, શું આપે રાજનૈતિક સંરક્ષણ માંગ્યું છે, શું તમે આની પુષ્ટિ કરશો? તેના જવાબમાં નીરવ મોદીએ કહ્યું, ‘સોરી, નો કમેન્ટ.’
શું તમે જણાવશો કે તમે ક્યાં રહો છો અને કેટલા સમય માટે અહીં રહેશો? તેના જવાબમાં પણ નીરવ મોદીએ કહ્યું, ‘સોરી, નો કમેન્ટ