13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીની જામીન અરજી યુકે હાઈકોર્ટે પણ ફગાવી દીધી છે. નીરવની અરજી પર મંગળવારે સુનાવણી થઈ હતી. વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી 3 વાર અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ નીરવે 31 મેના રોજ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે 86 દિવસથી લંડનની વાંડ્સવર્થ જેલમાં છે. 19 માર્ચે તેની ધરપકડ થઈ હતી.
હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી દરમિયાન નીરવના વકીલ કલેર મોંટગોમરીએ કહ્યું હતું કે જામીન મળવા પર નીરવ ઈલેકટ્રોનિક ડિવાઈસથી વોચ રાખવા બાબતે તૈયાર છે, તેના ફોનને પણ ટ્રેક કરી શકાશે. મોંટગોમરીએ કહ્યું કે નીરવ અહીં પૈસા કમાવવા આવ્યો છે. અત્યાર સુધી કોઈ એવી વાત પ્રકાશમાં આવી નથી કે જેનાથી એમ કહી શકાય કે તે ભાગી શકે છે. તેમના પુુત્ર-પુત્રી પણ અહીં અભ્યાસ માટે આવનાર છે.
ભારત તરફથી કેસ લડી રહેલી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે કહ્યું- નીરવ પર ક્રિમિનલ અને છેતરપિંડીનો આરોપ છે. આ સુરક્ષિત લોનનો મામલો છે. જજે પણ એ સમજી લીધું છે કે આ મામલામાં ડમી પાર્ટનર્સ દ્વારા લેટર ઓફ અન્ડરટેકિંગ્સ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમે જજને કહ્યું કે તમે મામલાને યોગ્ય સમજ્યો છે. જોકે કોર્ટે કહ્યું કે આ માત્ર આરોપ છે. આ પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી થશે.
સીપીએસએ કહ્યું અમે જજને કહ્યું કે નીરવને પ્રત્યાર્પણનો કેસ ચાલવા દરમિયાન જામીન આપવામાં આવે છે, તો એ બાબત અલગ છે. જોકે હાલ જામીન આપવા ન જોઈએ, કારણ કે તેમની પર ગંભીર આરોપ છે. તેનો બ્રિટન આવવાનો કોઈ સંયોગ જ ન હતો. જે રીતે તેમણે છેતરપિંડી કરી, તે જાણતો હતો કે એ દિવસ આવશે. તેણે જામીન માટે જામીનની રકમનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જો તેને જામીન ન આપવામાં આવે તો સબૂતોની સાથે છેડછાડ થવાની શકયતા છે.