વડાપ્રધાન મોદી આજે કોરોના વાયરસ પર થઈ રહેલા G-20 સંમેલનમાં ભાગ લેશે. કોરોના સંક્રમણના કારણે આ વખતે આ સંમેલન વીડિયો કોન્ફરંસિંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલા માટે આ બેઠક ને G-20 વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. આ વખતે G-20 સંમેલનના આયોજનની જવાબદારી સાઉદી અરબ પાસે છે.વડાપ્રધાન મોદીએ ગુરૂવારના રોજ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કોવિ-19ની આ મહામારી સામે લડવા માટે G-20માં ભારત મહત્વની ભૂમિકા અદા કરવા જઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગુરૂવારે કોરોનાના મુદ્દા પર પ્રભાવી અને લાભદાયક ચર્ચાની આશા રાખીએ છીએ. G-20ની આ બેઠકમાં કોરોના વાયરસની અસર અને તેના ઈલાજને લઈ વ્યાપક ચર્ચા થશે. G-20 આ દરમિયાન મોટા પેકેજની પણ જાહેરાત કરી શકે છે.G-20ના આ સંમેલનમાં 19 ઔદ્યોગિક દેશ અને યૂરોપિયન યૂનિયન પણ ભાગ લઈ રહ્યું છે. આશા છે કે, વીડિયો કોન્ફરંન્સિંગ દ્વારા થતું આ સંમેલનમાં કોરોના વાયરસ સામે લડવા માટે એક એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગુરૂવાર સાંજે 5.30 કલાકથી સાંજના 7 કલાક સુધી થઈ શકે છ
આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 172 દેશ પ્રભાવિત થઈ ચુક્યા છે. આ બિમારીના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 38 હજાર લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે આ બિમારીના કારણે અત્યાર સુધીમાં સાડા ઓગણીસ હજાર લોકોના મોત થયા છે.સારી વાત એ છે કે, દુનિયાભરમાં 1 લાખ 11 લોકોનો ઈલાજ પણ થઈ ચુક્યો છે. G-20 સંમેલનમાં આ બિમારીને લઈ આર્થિક, સામાજિક, અને વૈશ્વિક પ્રભાવ પર પણ ચર્ચા થઈ શકે છે.