ભારત સરકાર ખુબ લાંબાં સમયથી ભારત દેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાનું એક છે એવા દાવા કરી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં શાશક પક્ષની જીતમાં આ ઘોષણા એક નિર્ણાયક ભાગ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ અર્થતંત્ર સલામત હાથોમાં હતું.
દુર્ભાગ્યે, આ દાવાઓ સમય સાથે ખોટા પડી રહ્યા છે. મહિનાની શરુઆતમાં સત્તાવાર સરકારી આકડાઓ પરથી જાણવા મળ્યું હતું કે અર્થતંત્ર ત્રણ ત્રિમાસિક ગાળા માટે ધીમું પડી રહ્યું છે. એક મહિના સુધી સતત અવગણના કર્યા બાદ સરકારે પણ આ સ્વીકાર્યું છે કે છોલ્લા ચાર દાયકાછી હમણા સુધીમાં બેરોજગારી સૌથી વધુ છે. એક જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રમણ્યમ જે અત્યાર સુધીમાં વડાપ3ધાન મોદીના સૌથી વરિષ્ઠ સલાહકારોમાંનાં એક હતા, તેમણે એવી દલીલ કરી હતી કે ભારતના સત્તાવાર આંકડાઓ ખોટા છે, તેમાં વૃદ્ધીને વધારીને બતાવવામાં આવી છે. જ્યારે સરકાર દાવો કરી રહી છે કે ભારત 7 % ની વુદ્ધ્ી કરી રહ્યો છે પણ તે ખરેખર 4.5 % આસપાસ જ છે.
સુબ્રમણ્યમની GDP ની વુદ્ધીનો અંદાજ આંકવાની પધ્ધતિ પ્રમાણો ચોક્કસપણે પ્રશ્ન ઉદ્ધભવી શકે પરંતું હકીકત એ છે કે જો ભારત આટલું ઝડપથી વૃદ્ધી પામે છે તો અન્યો લોકો શા માટે અર્થતંત્રની વૃદ્ધી અટકી છે એવા સુચનો કરી રહ્યા છે. ક્રેડીટ ગ્રોથ હોય કે વાહનોની ખરીદી હોય, નિકાસ હોય અથવા રોકાણ હોય કોઈ પણ સેક્ટર એવું નથી, જેમાં ભારતનું અર્થતંત્ર વૃદ્ધિ પામી રહ્યું હોય.
હવે સમય આવી ગયો છે કે ભારત સરકાર આ સમસ્યા ગંભીરતાથી લે અને તેની પર સકારાત્મક રીતે કામ કરે.