લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થવા જઈ રહ્યું છે.આ વખતે લગભગ 8 કરોડ મતદાતા પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પહેલા તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 91 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આયોગ દ્વારા જાહેર ચૂંટણી કાર્યક્રમ અનુસાર પહેલા તબક્કાની મોટાભાગની બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થશે. . પહેલી વખત મતદાન કરી રહેલા લોકોને સમગ્ર પ્રક્રિયાને લઈને થોડુ કન્ફ્યુઝન હોય છે. તેજ વાતને ધ્યાનમાં રાખીને તેમને સરળ રહે તે માટે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે વોટિંગ કઈ રીતે કરવાનું છે.
શું દસ્તાવેજ લઈને જવાના?
ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વોટર સ્લિપ લઈને જવાનું રહેશે. વોટર સ્લિપ ન મળી હોય અને તમારું નામ વોટર લિસ્ટમાં છે તો તમે મતદાતા ઓળખ પત્ર અથવા સરકાર દ્વારા જાહેર ઓળખનું કોઈ પણ પ્રમાણ લઈને જઈ શકો છો.
મતદાન કેન્દ્ર પર જાવ
મતદાન કેન્દ્ર પર પહોંચ્યા બાદ તમને દરેક પાર્ટીના અલગ-અલગ ડેસ્ક મળશે. કોઈ પણ ડેસ્ક પર જઈને પોતાના નામની વોટર લિસ્ટમાં પોતાની જોડાન કરી લો. ફરી અંદર જાવ અને લાઈનમાં ઉભા રહી જોવ. જ્યારે તમારો વારો આવે એટલે પોતાનું અને પિતાનું નામ જણાવો. પછી મતદાનકર્મી તમારા નખ પર શાહી લગાવશે.
ઈવીએમમાં વોટ આપો
વોટિંગ કંપાર્ટમેન્ટની અંદર જઈને તમને એક કોર્નરમાં ઈવીએમ મળશે. જે ઉમેદવારને વોટ આપવા માંગતા હોય તેની આગળના બટનને દબાવી દો. બટન દબાવીને આગળ ન વધી જાવ. વીવીપેટની રાહ જુઓ. વીવીપેટ અને સ્લિપ જોઈલો કે તમારો વોટ સાચી જગ્યા પર પડ્યો છે કે નહીં.