કોરોના મહામારી વચ્ચે સોનાના ભાવમાં જંગી વધારો નોંધાયો છે, ત્યારે બુધવારે ગુજરાતમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ પર 800 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે સોનું ઓલટાઇમ 50,300ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યુ છે. સોનામાં રોકાણકારોનું આકર્ષણ વધી રહ્યુ છે.
કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા રોકાણકારો સોનામાં ઈન્વેસ્ટ કરવા તરફ આકર્ષિત થઈ રહ્યા છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 8 વર્ષની નવી ઊંચાઇ પર 1795 ડોલરે પહોંચ્યું છે. ચાંદીમાં પણ નજીવી વધઘટ સાથે પ્રતિ કિલોગ્રામ 49,500 રૂપિયા બોલાઇ રહ્યા છે. ગત વર્ષે જૂન મહિનામાં સોનું 33500-34000ની વચ્ચે હતું જે વધીને આ વર્ષે અત્યારે 50,300 રૂપિયા પર આવી પહોંચ્યું છે.