1 એપ્રિલથી એલપીજી ગૈસ સિલેંડરના ભાવ ઘટી ગયા છે. એલપીજી ગૈસ સિલેંડરની કિંમતમાં 10 રૂપિયાનો કાપ મુકાયો છે. ત્યાર બાદ દિલ્હીમાં સબ્સિડી વગરનો બાટલો 14.2 કિગ્રા LPG ગૈસ સિલેન્ડર ખરીદવા માટે પેટીએમે ગ્રાહકો માટે બમ્પર ઓફર લાવ્યા છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 809 રૂપિયાવાળો સિલેન્ડર ફક્ત 9 રૂપિયામાં મળશે.Paytmએ કૈશબૈક ઓફરની શરૂઆત કરી છે. આ કૈશબેક ઓફરમાં જો કોઈ ગ્રાહક ગૈસ સિલેન્ડર બુક કરાવે છે તો તેને 800 રૂપિયા સુધીનું કૈશબૈક મળી શકે છે. આપને જણાવી દઈએ કે, Paytmની આ ઓફર 30 એપ્રિલ 2021 સુધી લાગૂ રહેશે.એટલે કે, આખો મહિનો એલપીજી ખરીદવા માટે આપની પાસે સારો એવો મોકો છે.જો આ ઓફરનો લાભ લેવા માગતા હોવ તો, સૌથી પહેલા આપને મોબાઈલ પર Paytm App ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ ગેસ એજન્સીથી સિલેન્ડર બુકીંગ કરવાનો રહેશે. તેના માટે Paytm એપમાં Show more પર જઈને ક્લિક કરો. બાદમાં Recharge and Pay Bills વિકલ્પ દેખાશે. અહીં જઈને આપ પોતાના ગૈસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો. બુકીંગ પહેલા આપ FIRSTLPG પ્રોમો કોડ નાખવાનો રહેશે. બુકીંગના 24 કલાકની અંદર આપને કૈશબૈકનું સ્કૈચ કાર્ડ મળી જશે. આ સ્કૈચ કાર્ડને 7 દિવસની અંદર ઉપયોગ કરી નાખવાનું રહેશે.
