સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના યુઝર્સને હવે એટીએમ મશિનમાંથી પૈસા કાઢવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જાણકારી આપી હતી કે હવે ગ્રાહક પોતાના મોબાઈલ એપ્લિકેશન પર વન ટાઈમ પાસવર્ડ (OTP) જનરેટ કરી શકે છે. આ વન ટાઈમ પાસવર્ડને એટીએમમાં એન્ટર કરવાથી તમે ડેબિટ કાર્ડ વગર પૈસા મેળવી શકશો.
ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, આ સર્વિસ હાલમાં 16,500 એટીએમ મશિનમાં શરૂ કરવમાં આવશે. બાકીના એટીએમ મશીનને થોડા-વત્તા પ્રમાણમાં અપગ્રેડ કર્યા બાદ દેશભરમાં આવેલા કુલ 60,000 જેટલા એટીએમમાં આવનારા ત્રણ-ચાર મહિનાઓમાં આ સુવિધા અમલમાં મુકાશે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં વધારે કેશ ડિસ્ટ્રીબ્યૂશ પોઈન્ટ્સ માટે બેંકને ટેક્નોલોજી ઈન્ટીગ્રેટ કરવી પડશે.
તેમણે કહ્યું કે, આવનારા એક વર્ષમાં લગભગ 10 લાખથી વધારે કેશ પોઈન્ટ્સ આ ટેક્નોલોજીની મદદથી ઉપલબ્ધ થાય તેવી આશા છે. એક વખત બધા જ એટીએમમાં આ ટેક્નોલોજીના ઈન્ટીગ્રેટ થયા બાદ આપણે આ ટેક્નોલોજીને દરેક વેન્ડર કેશ પોઈન્ટ્સ ઑફ સેલ (POS) ડિવાઈઝીસ અને માઈક્રો-એટીએમમાં પણ લાગી કરવામાં આવશે.
યુઝર્સ પોતાના એસબીઆઈ YONO એપ દ્વારા ટૂ-સ્ટેપ કેશ વિડ્રોઅલ પ્રક્રિયા શરૂ કરી છ ડિજિટવાળો વન ટાઈમ પાસવર્ડ જનરેટ કરી શરાશે. જનરેટ થયેલ ઓટીપી અડધા કલાક સુધી માન્ય ગણાશે. તેથી ગ્રાહક કોઈ પણ એસબીઆઈ એટીએમમાં જઈને પોતાના મોબાઈલમાં આવેલ વન ટાઈમ પાસવર્ડને એટીએમ મશિનમાં ઈનસર્ટ કરવાથી તમે પૈસા ઉપાડી શકશો.
YONO કેશ ટ્રાન્જેક્શન પર વન ટાઈમ વિડ્રોઅલ માટે વધારેમાં વધારે 10,000 રૂપિયા સુધી ઉપાડી શકાશે. યુઝર્સ એખ દિવસમાં આ પ્રકારના બે ટ્રાન્જેકક્શન કરી શકાશે. નોંધનીય છે કે, 70 લાખ લોકો અત્યારે એસબીઆઈ YONO એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે.