ગ્રામીણ ભારતમાં પોસ્ટ ઓફિસનું મહત્વ હજુ પણ ખૂબ વધારે છે. એવામાં પોસ્ટ ઑફિસ પોતાના કામમાં સૂધારો લાવવાની દિશામાં કામ કરી રહ્યુ છે. તે ઉપરાંત અંહિ સૂવિધાઓને પણ વધારવામાં આવી રહી છે. ઈન્ડિયા પોસ્ટે ટ્વિટ કરીને કહ્યુ કે, હવે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનું નામાંકન કે અપડેશન કરાવી શકો છો. જે માટે દરેક રાજયોમાં કયા-કયાં આ સૂવિધા ઉપલબ્ધ છે તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.જો આધારની ડેમોગ્રાફિ વિગતો એટલે નામ, સરનામુ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ -ID, જેંડરને અપડેટ કરાવવુ છે તો ચેના માટે આધાર એનરોલમેન્ટ સેંટર જવુ પડે છે. હવે પોસ્ટ ઑફિસમાં આ તમામ કામ થઈ જશે. આધાર સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિક વિગતો પણ અપડેટ થાય છે. હવે આ કામ પોસ્ટ ઓફિસ પર પણ કરી શકાય છે. જો આધારની જાણકારીને અપડેટ કરાવો છો તો તે મમાટે ચાર્જ દેવો પડે છે. દરેક વખતે જાણકારી એપડેટ કરવા પર 50 રૂપિયા લાગે છે.આધારમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ થાય છે. વધારે કામ ઓનલાઈન કરવામાં આવે છે. પરંતુ કેટલાક કામ માટે આધાર સેંટર જવુ જરૂરી હોય છે. જો બાયોમેટ્રિક ઓળખ અપડેટ કરાવવી હોય તો, તે માટે આધાર સેંટર જવુ જરૂરી છે.
