ભારતીય લોકશાહીના મહાપર્વ ચૂંટણી માટે ગૂગલે પણ ડૂડલ બનાવી સન્માન આપ્યું છે. લોકસભા ચૂંટણીઓ માટે આજે પહેલા તબક્કામાં મતદાન થઇ રહ્યું છે અને ગૂગલે ડૂડલ બનાવીને લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. આજે લોકસભા ચૂંટણીનાં સાત તબક્કામાંથી પહેલા તબક્કાનું મતદાન છે. ગૂગલે ડૂડલ દ્વારા લોકોએ મતદાન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
ભારતમાં મતદાન પછી મતદારોની આંગળી પર વાદળી રંગની શાહી લગાવવામાં આવે છે. સામાન્ય રીતે મતદાન પછી આંગળી પર વાદળી શાહીને લોકશાહી પ્રક્રિયામાં સામાન્ય જનતાની ભાગીદારી તરીકે જોવામાં આવે છે. આજે ગૂગલે પણ લોકશાહીના સૌથી મોટા ઉત્સવને ડૂડલ બનાવી સમર્પિત કર્યું છે.