ગોરધન ઝડફીયાને ભાજપે છેલ્લા 3 વર્ષથી ગુજરાત કિસાન સંધની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ તેમને આદીવીસી યાત્રાનું મધ્ય ગુજરાતનું સુકાનીપદ સોપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તેમણે પાટીદાર સમાજ સાથે તાલમેલ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશના લોકસભાની પ્રભારી બનાવી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગોરધન ઝડફીયાને રાષ્ટ્રીય પલક પર મોટી જવાબદારી સોંપી છે. ગોરધન ઝડફીયાના શુભેરછકો અને મિત્ર વર્તુળમાં સોંપવામાં આવેલી જવાબદારીના કારણે આનંદના લાગણી જોવા મળી છે, ગોરધન ઝડફીયાએ કહ્યું કે મને જે જવાબદારી સોપી છે તે માટે હું રાષ્ટ્રીય નેતૃત્વનો આભારી છું.