Government Advertising Spend: મોદી-પટેલના ફોટાવાળી જાહેરાત પર 880 કરોડની મોજ – RTIથી થયો ખુલાસો
Government Advertising Spend: ગુજરાત માહિતી આયોગમાં કેસ કરાયો પછી છૂપાવી રાખેલી માહિતી જાહેર થઈ છે તે બતાવે છે કે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, આનંદી પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલે પોતાની તસવિરો, વિડિયો બનાવી 11 વર્ષમાં પ્રજાના રૂ. 880 કરોડ ફૂંકી માર્યા છે. એ પૈસાથી ટીવી, છાપા, ચેનલ, વેબસાઈટ, સોશિયલ મિડિયાના માલિકો અને એન્કરો પાસે ધાર્યું કરાવે છે.
ગુજરાત સમાચારે એમ કરવાનો ઈન્કાર કર્યો તો તેની જાહેરાતો બંધ કરીને દરોડાના કાયદામાં ફસાવી દીધા.
1 વિજ્ઞાપનશાખા, ગુજરાત સરકાર દ્વારા પ્રિન્ટ ન્યૂસ / મનોરંજન પેપરને સરકારી જાહેરાત અંગે ચુકવવામાં આવેલ રકમની માહિતી નીચે મુજબ જાહેર કરવામાં આવેલી છે.
વર્ષ 2014-15 માટે 30.57 કરોડ
- વર્ષ 2015-16માટે 39.20 કરોડ
- વર્ષ 2016-17માટે 33.62 કરોડ
- વર્ષ 2017-18માટે 38.09 કરોડ
- વર્ષ 2018-19 માટે 39.29 કરોડ
- વર્ષ 2019-20 માટે 39.17 કરોડ
- વર્ષ 2020-21માટે 32.40 કરોડ
- વર્ષ 2021-22માટે 38.40 કરોડ
- વર્ષ 2022-23માટે 32.50 કરોડ
- વર્ષ 2023-24માટે 46.20 કરોડ
- વર્ષ 2024-25 માટે 40.00 કરોડ (૧૫.૦૨.૨૦૨૫ સુધી )
મળીને ફુલ રૂ. 409.44 કરોડની જાહેરાત આપવામાં આવેલ છે.
2. ફિલ્મ પ્રોડક્શન શાખા, ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રોનીક મીડિયાના માધ્યમથી પ્રચાર –પ્રસાર અંતર્ગત કરેલ ખર્ચની માહિતી નીચે મુજબ જાહેર કરવામાં આવેલું છે.
- વર્ષ 2014-15 માટે 18.47 કરોડ
- વર્ષ 2015-16માટે 18.45 કરોડ
- વર્ષ 2016-17માટે 23.44 કરોડ
- વર્ષ 2017-18માટે 33.14 કરોડ
- વર્ષ 2018-19માટે 51.32 કરોડ
- વર્ષ 2019-20માટે 56.69 કરોડ
- વર્ષ 2020-21માટે 61.96 કરોડ
- વર્ષ 2021-22માટે 61.25 કરોડ
- વર્ષ 2022-23માટે 145.52 કરોડ
મળીને ફૂલે રૂ. 470.24 કરોડની જાહેરાત આપવામાં આવેલું છે. જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ લડીને આ વિગતો કઢાવી છે. કઈ ટીવી કે કયા છાપાને કેટલા પૈસા અપાયા તે ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર હજુ ગુપ્ત રાખી રહી છે.