કોરોનાને લઈને એક તરફ હોસ્પીટલમાં બેડ ખૂટી પડ્યા છે બીજી તરફ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે અને જડીબુટી સમાન રેમડેસીવીર ઇન્જેકશનની પણ અછત વર્તાઈ રહી છે. આ સમગ્ર બાબતોમાં સરકાર જાણે કે રાજ્યમાં સબ સલામત છે અને મોત વધારે નથી થઇ રહ્યા તેવું સાબિત કરવા સતત કાર્યરત હોય એ રીતે સરકારનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે.અમદાવાદની જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય કોઇપણ સરકારી હોસ્પિટલ હોય તે કોરોનાની સારવારની સાથે સરકારને જાણે કે આંકડા છુપાવવામાં મદદ કરતી હોય એ રીતે કામગીરી નિભાવી રહ્યા છે. સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સરકાર દરરોજ મોતના જે આંકડા રજુ કરે છે એ અને સ્મશાનમાં અને કોર્પોરેશણ સંચાલિત શબવાહિનીના આંકડાઓમાં જમીન આસમાનનો તફાવત સામે આવી રહ્યો છે. આંકડા છુપાવવા માટે જાણે કે શુંનિયોજિત ષડ્યંત્ર ચાલતું હોય એ રીતે આયોજન બદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં 24 સ્મશાન આવે છે તેમાંથી ૧૦ થી 12 સ્મશાનમાં જ સીએનજી મશીન મુકેલા છે અને કોવીડ બોડી આવે તેની અંતિમક્રિયા તેમાં જ કરવામાં આવી રહી છે. સ્મશાન પર જે કોર્પોરેશનના કર્મચારીઓ રજીસ્ટ્રેશનની કામગીરી કરી રહ્યા છે તેને ઉપરી અધિકારીઓ દ્વારા આંકડા મીડિયાને નહિ આપવા સુચના આપવામાં આવેલી છે. સાથે જ ચોપડામાં એન્ટ્રી કરવામાં આવે તેમાં બીમારીમાં માત્ર માંદગી લખવા માટે સુચના આપી છે અને તેની સામે ઈંગ્લીશમા C લખવા આદેશ આપવામાં આવ્યો છે જેથી સરકારી ચોપડે કોરોનાના મોત વધારે ના દેખાય. શહેરના અલગ અલગ સ્મશાન ખાતે મુલાકાત લેતા એ વાત સામે આવી હતી કે શહેરમાં ઇન્જેક્શન અને ઓક્સિજન સાથે હવે એમ્બ્યુલન્સ અને શબવાહિનીની પણ અછત સર્જાઈ છે. કારણ કે સ્મશાન ખાતે કોવીડ વાળી લાશ લાવવામાં આવી રહી છે તે એક જ વાનમાં 2 કે ૩ બોડી લાવવામાં આવી રહી છે. એક જ સ્મશાન ખાતે લાશ લાવવામાં આવે છે તે એક જ સ્મશાનમાં લાવવામાં આવી રહી છે…અને બને બોડીની અંતિમ ક્રિયા એક બાદ એક કરવામાં આવી રહી છે
