લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરીયાત લોકોને મોટી ભેટ આપી છે. જેમાં કર્મચારી EPFOએ પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાણાકિય વર્ષ 2018-19 માટે પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજ દર 8.65 ટકા કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા ઇપીએફઓએ 2017-18માં પોતાના શેરધારકોને પીએફ પર 8.55 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.
આ હિસાબથી પીએફમાં 0.10 ટકા વધારો થયો છે. સરળ ભાષામાં સમજીએ તો નોકરીયાત લોકોને પીએફ પર સરકાર હવે પહેલાથી વધુ વ્યાજ આપશે. જેનો ફાયદો 6 કરોડ કર્મચારીઓને મળશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી સીબીટીની ગુરૂવારની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીએફ પર વ્યાજ દરની રજૂઆત કરાઇ છે. બોર્ડની મંજૂરી બાદ હવે પ્રસ્તાવને નાણા મંત્રાલયની સહમતિની જરૂર પડશે.