કોરોનાના બચાવ માટે ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારતે વિદેશથી આવનારા યાત્રીઓના 15મી એપ્રિલ સુધીના વિઝા સસ્પેન્ડ કરી દીધા છે. ભારત આવવા માટે માત્ર ડિપ્લોમેટ્સ અને યુએનના કર્મચારીઓને જ આપવામાં આવશે. આ સિવાય તમામ વિઝા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કોરોના વાયરસના વ્યાપક વધારાના કારણે મંત્રીમંડળના ઉચ્ચ સભ્યોએ સમીક્ષા કરી હતી. જેના પર નજર રાખવા માટે અને રોકવા માટે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના નિર્દેશો પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનના નેતૃત્વમાં GOMનું ગઠન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત મંત્રીઓના જૂથ સામપ્સકઃ દેશમાં કોરોના વાયરસના ખતરાના રૂપે એક પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસને રોકવા માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે પણ જણાવવામાં આવ્યું હતું. વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવે છે. તેમાં જાણકારી આપવામાં આવી છે. 10 માર્ચના રોજ પણ સરકાર દ્વારા ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
ટ્રાવેલ એડવાઈઝરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલમાં ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, ઇટાલી, થાઈલેન્ડ, ઈરાન, સિંગાપુર, મલેશિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીની યાત્રા કરી છે, તેમણે ખુબ જ સાવધાની વર્તતા સ્વદેશ આવવાની તિથિથી 14 દિવસ સુધી પોતાને અલગ રાખવી જોઈએ. કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી જોઈએ.
ટ્રાવેલ એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આ સહીત 12 દેશોમાંથી આનારી દરેક ફ્લાઇટમાં યુનિવર્સલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ સલાહ આપવામાં આવી છે કે લોકોની કડક તપાસની સાથે તેને રોકવા, રોગના લક્ષણો વિષે લોકોને જાગૃત કરવા જોઈએ અને તેના માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવા જોઈએ.