મોદી દેશવ્યાપી LOCKDOWN લાદશે કે નહીં એ સવાલ પૂછાઈ રહ્યો છે ત્યારે મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે ૧૫૦ જિલ્લા ઉપરાંત ૫૦ જેટલાં મોટાં શહેરોમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓની બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરાઈ હતી. મંત્રાલયે પીએમઓને આ દરખાસ્ત મોકલી આપી છે. મોદી સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી બેઠક કરવાના છે. આ બેઠકમાં ચર્ચા પછી આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.સરકારનાં સૂત્રોના મતે, ૧૫૦ જિલ્લા અને ૫૦ મોટાં શહેરોમાં લોકડાઉન નક્કી જ છે કેમ કે આ દરખાસ્તનો તખ્તો મોદી દ્વારા જ ઘડાયો છે, આરોગ્ય મંત્રાલયે કોઈ બુધ્ધિ વાપરી નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે આપેલા આદેશમાં નક્કી કરાયેલા લોકડાઉન માટેના માપદંડના આધારે તેમણે આ દરખાસ્ત મૂકી છે.ગૃહ મંત્રાલયે પોઝિટિવિટી રેટ ૧૫ ટકાથી વધારે હોય અને ઓક્સિજનવાળા બેડ ૬૦ ટકાથી વધારે ભરાઈ ગયા હોય એ જિલ્લામાં લોકડાઉન લાદવા રાજ્ય સરકારોને કહ્યું જ છે પણ આરોગ્ય મંત્રાલયે પોતે પણ કામ કરે છે એ બતાવવા દરખાસ્ત મોકલી દીધી.
