નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે આજે રાજ્યસભામાં વિધેયક રજૂ થશે. લોકસભામાં ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યાબળ હોવાથી આસાનીથી પાસ થઈ ગયુ. પરંતુ હવે રાજ્યસભા પર સૌની નજર છે. રાજ્યસામાં હાલ સાંસદોની સંખ્યા 244 છે. બિલ પસાર કરવા માટે બે તૃત્યાંશ સાંસદો એટલે કે 163 મતની જરૂર રહેશે. જોકે ભાજપ સહિત એનડીએ પાસે 88 સાંસદ છે.
રાજ્યસભામાં એનડીએ અને બિલનું સમર્થન કરી રહેલા વિપક્ષી સાંસદોની સંખ્યા 162 થાય છે. 13-13 સાંસદો વાળી તૃણમૂલ, અન્નામુદ્રક અથવા બીજેડી ટીઆરએસમાંથી કોઈ એક સાંસદનું સમર્થન મળે તો આ વિધેયક રાજ્યસભામાં પસાર થઈ શકે તેમ છે. જોકે વિપક્ષી પાર્ટીઓએ લોકસભામાં ચૂંટણી નજીક હોવાથી આ બિલ લાવવા પર સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ જો રાજ્યસભામાં પણ આ પાર્ટી સમર્થન આપે તો મોદી સરકાર માટે આ બિલ પસાર કરવાની રાહ આસાન થઈ જશે.